________________
મોજુદ આઝાદી આઝાર્દી નર્થી
પણ ગુલામ છે.
સાચી આઝાદી તો સર્વજ્ઞ ભગવંતે પ્રરુપેલ જ્ઞાન અને ક્રિયાનું અનુકરણ
કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. -શ્રી દેવીચંદજી નવલમલજી એ સવાલ (રાઠોડ) પૂના
બેરિસ્ટર એટ-લે (લંડન)
* એડવોકેટ (એ. એસ.) હાઈકોર્ટ, મુંબઈ હિન્દીને ગુજરાતી અનુવાદ કરનાર ઃ સૌ. ચેતનાબેન હરીશભાઈ મોમાયા
(ગતાંકથી ચાલુ ) સર્વજ્ઞ કથિત આગમ પર જે શંકા કરે છે તે સર્વને સર્વજ્ઞ માનતા નથી, એવું લાગે છે, એવા લેકને જૈન દર્શનમાં કોઈ સ્થાન નથી. તે જૈન કહેડાવવા લાયક નથી, સર્વજ્ઞભગવાન પ્રણિત આગમજ્ઞાનમાંથી એક પણ વાતને જે અમાન્ય રાખે તે વ્યકિત ધર્મ દ્રોહી, આમ દ્રોહી જ છે.
પહેલાં ભારતભરમાં જૈન જ્ઞાન ભંડારે ઘણા સ્થાને મૌજુદ હતા. પણ ઈતિહાસ કહે છે કે યવનેના રાજ્યકાળમાં તેમણે ધર્મષથી અનેક ભંડારે બાળીને નષ્ટ કરી દીધા. પછી જે બચ્યા તેમાંથી જેસલમેર, પાટણ, ખંભાત, બિકાનેર આદિ ગામમાં હમણાં પણ હજાર પ્રાચીન હસ્તલિખિત ગ્રંથે મળે છે તેમાંથી પણ સાંભળવામાં આવે છે કે બિકાનેરની હસ્તલિખિત પ્રતે જે એક યતિશ્રી પાસે હતી તે તેરાપંથીઓએ યતિશ્રીને રૂપિયા પિસ્તાલીશ હજાર (૪૫,૦૦૦) આપીને હસ્તગત કરી હતી, અને તે પ્રાચીન પ્રતમાં
જ્યાં જયાં મૂર્તિપૂજા, દયા અને દાન સંબંધી પાઠ આવે છે તેના પર હરતાલ લગાવી તે પાઠ નષ્ટ કરી દીધા વળી શ્રી અગરચંદ નાહટા બિકાનેરવાળાનું દેવાસથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક શ્રી વીર વિક્રમના તા. ૧૭-૭-૭૮ ના અંકમાં એક લેખ પ્રસિદ્ધ થયેલ છે, તેમાં તેમણે લખ્યું છે કે “મૂળ ૩૨ આગમને એક સેટ સ્વર્ગીય પુષ્ક ભિકમજીએ પ્રકાશિત કરેલ છે, પણ તેમાં તેમણે ઘણી જગ્યાએ પાઠમાં ગડબડ કરી દીધી. તેથી તે પ્રમાણિત નહિ થઈ શકેલ. | સર્વજ્ઞ પ્રણિત આગમ ૪૫ છે, પણ જેમાં મૂર્તિપૂજા, દયા, દાન, વગેરેના પાઠ આવે છે, એવા ૧૩ આગમને સ્થાનકવાસી અને તેરાપંથી નથી માનતા. તેથી તેમના