________________
{ આજે તે મોટા ભાગને એક જ સિદ્ધાન્ત છે કે-“મારે દુઃખી થવું નથી અને પાપ ! કર્યા વિના પણ રહેવું નથી !!!”
આ આયે દેશમાં જે જે ઉત્તમ પુરૂ થયા, મહાપુરૂ થયા તે બધા ઘર-બાર, રાજ પાટ, સુખ-સાહ્યબી આદિ સઘળી ય સુખસંપત્તિને ત્યાગ કરી, ત્યાગી-સંન્યાસી-તપસ્વી મહાતમા બન્યા. ઋષિ-મહર્ષિ અને પરમષિ બન્યા દુ:ખને મજેથી વેઠી, સુખને છોડી પિતાનું કામ કાઢી ગયા, આવા દેશમાં જન્મેલા, આવા મહાપુરૂષનું નામ લેનારા આપણી ઈચ્છા હજી પણ સુખ મેળવવાની હોય કે સુખને ત્યાગ કરવો છે? સુખના જ ભૂખ્યા રહેવું છે કે સુખની ભૂખને નાશ કરે છે ? દુખથી જ ગભરાયા કરવું છે કે પાપથી ગભરાવવું છે ? જો આ બે ગુણ આવી જાય તે આ કાળમાં પણ ધાર્યું કામ થઈ શકે તેવું છે. પછી તે આત્મા કહી શકે કે, “હું દુઃખથી ડરતે નથી પણ પાપથી ડરૂં છું. હવે મને સુખની ભુખ પણ તેવી નથી. જે જીવ મજેથી દુખ વેઠવા માંડે અને સુખની ભૂખ છેડવા માંડે તે જીવ અનંત જ્ઞાનીના માર્ગે ચઢ કહેવાય! ) પછી કદાચ તેનાથી અહીં પૂરેપૂરે ધર્મ ન પણ થાય તે પણ શકિત મુજબ ધમ કરી, સદગતિની પરંપરા સાધી વહેલામાં વહેલ મેક્ષે જાય. આમ કરવું હોય તે બાજી હજી હાથમાં છે. ' તમે બધા નકકી કરો કે દુખને ડર કાઢવે છે અને પાપને ડર પેદા કરે છે.” જે જન્મે તેને દુખ તે આવે. પણ હવે દુઃખથી ગભરાવવું નથી અને સુખની ભૂખ છેડવી છે. કાલથી તમારા બધાના જીવન બદલાઈ જાય.
બધા જ કરતાં માનવ જાત તે ઊંચી જાત છે. કોઈને ય દુખ આપીને ન જીવે | તેનું નામ માનવ, માનવ જેવી ઊંચી જાત બીજાને દુઃખ આપીને છે. તે તે કેવી કહેવાય?
માટે મારી ભલામણ છે કે-બાજી હજી હાથમાં છે. દુઃખને ડર નીકળી જાય અને | પાપને ડર પેદા થઈ જાય, સુખની ભૂખ નીકળી જાય તે તે જીવ દરિદ્રી હોય તે ય મહા
સુખી છે. અને આ વાત ન સમજે તે શ્રીમંત હોય તે ય મહાદુઃખી જ છે. તમે કહે છે કે, દુઃખ આવે તે ધમપછાડા નથી કરવા પણ શાંતિથી વેઠવું છે, સહન કરવું છે. તેને દૂર કરવા પાપ નથી કરવું અને સુખની ભૂખને નાશ કરે છે. દુઃખને મજેથી | વેઠતા શીખે, પાપને ડર રાખે અને સુખની ભૂખને નાશ કરે છે તે સા સાચા સુખી થઈ જાય. આ ગુણેને મેળવી સૌ સાચા સુખી થાવ અર્થાત્ વહેલામાં વહેલા આ સંસારથી મુકત થઈ મોક્ષને પામે તે જ સદા માટેની શુભાભિલાષા.
ઈ જાય.
'