________________
૫૪૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
જ્ઞાનની પ્રકરણું ગ્રંથ રૂપથી સંક્ષેપમાં રચના કરી, જેથી ભાવિ પ્રજાને ગંગા નહીં તે ગંગાજળ તે જરુર મળતું રહે. બાર બાર વર્ષના બે ભીષણ દુકાળમાંથી જૈન સંઘને (સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા) પસાર થવું પડ્યું. આ દુકાળના બાર વર્ષ દરમ્યાન જૈન મુનિ ભગવંતેને સંયમ નિર્વાહ માટે વારંવાર અલગ અલગ સ્થાન પર જવું પડેલ તેમાંથી એમના સ્વાધ્યાયના વેગની પ્રવૃતિમાં મંદતા આવી અને પૂર્વોનું જ્ઞાન તેમના યાદશક્તિમાંથી જવા લાગ્યું. કે ઈને કેઈ સૂત્ર, તે કઈને કઈ સૂત્ર યાદ રહ્યું. પણ તેમણે તેમાં કાંઈક નવું જોયું નહિ કે ન તેમાંથી કંઈક ઓછું કર્યું ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં હાલમાં જે કંઈ આગમજ્ઞાન મૌજુદ છે, તે બધુ ભગવાન સુધર્મા સ્વામીના પરંપરાનું છે. તેમાં ચૌદ પૂર્વ વગેરેનું વિચ્છેદ થવા સાથે દષ્ટીવાદને પણ વિચછેદ થયો. અને જે આચારાંગ વગેરે બાકી છે. તેની વાંચના શરૂમાં શ્રી ભદ્રબાહુ સ્વામીના વખતમાં પાટલીપુરમાં, પછી કંદિલાચાર્ય અને નાગાર્જુનના વખતમાં મથુરામાં અને ભગવાનના નિર્વાણ પછી ૯૮૦ અથવા મતાંતરે ૯૯૩ વર્ષમાં શ્રી દેવધિંગણી ક્ષમાક્ષમણજીના નિશ્રામાં વલભીપુર (ગુજરાતના વણા) ગામમાં અખીલ ભારતના ૫૦૦ આચાર્ય ભગવંતેનું સંમેલન થયેલ. તેમાં તે કાળમાં વિદ્યમાન એવા ચૌર્યાસી આગમોમાંથી જે જે ભાગ ત્યાં હાજર રહેલ મહર્ષિએને યાદ હતા તે બધા સૌના એક મતથી મતભેદ વિનાનું બધુ જ્ઞાન સંકલનાબદ્ધ તૈયાર કર્યું. ચૌર્યાસી આગમ અને તે ઉપરાંત ચૌદપૂર્વામાંથી મેળવેલા અને પૂર્વ ધરોએ રચેલ “પ્રાભૂતાદિ અનેક કિંમતી ગ્રંથ પ્રાપ્ત કરી, કરોડે શ્લોકે પ્રમાણ કંઠસ્થ આગમ સાહિત્ય તાડપત્રીઓ પર લખી લખાવી પુસ્તક રૂપથી તેમણે આ અમુલ્ય જ્ઞાનને પત્રારૂઢ કરી અમર કરેલ છે. એના પછી આજ સુધીના પંદરસો વર્ષના ગાળામાં અનેક જ્ઞાની ભગવંતોએ ઘણા ગ્રંથ લખ્યા પરંતુ, કાળાવિદોષથી એ હસ્તલિખિત ગ્રંથોમાંથી ઘણે ભાગ પશ્ચિમી લોકોએ હસ્તગત કરી તે પરદેશમાં લઈ ગયા. છતાં પણ આજ જે બાકી રહેલ આગમ સાહિત્ય આપણી પાસે મૌજુદ છે તે પણ ઘણું છે અને તે પરંપરાગત જેન આચાર્ય ભગવતેએ મહાન પ્રયત્ન કરી તેની રક્ષા કરી, સંભાળી રાખ્યા છે. એજ સાચી જિનવાણી છે, જેમાં પીસ્તાલીશ આગમ અને તેને વિસ્તાર કરવાવાળા અનેક નિયુકિત ભાષ્ય ચણિ અને વિશાળ ટીકાઓ (કેમેટરીઝ) વગેરે નો સમાવેશ છે. અને તેને જ સમ્યગદષ્ટિ આત્માઓએ ત્રિકરણ યોગથી પૂજય પંચાગી આગમ કહેલ છે. આ વર્તમાન પંચાગી આગમ જ જિનવાણી છે.
(ક્રમશઃ)