________________
વર્ષ-૪ અંક-૨૪ તા. ૨૮-૧-૯૨
૫૩૫
રહ્યા છે, અને આપણે તેના ગુલામ બની જઈએ છીએ, આપણું ઈદ્રીના વિષય, કષાયેના પોષણાર્થે ભેગવિલાસના નવાનવા સાધને ઉત્પન્ન થઈ રહ્યા છે. ઘરમાં ફ્રીજ, રેડીયે, ટેલીવિઝન, વીડિયે, એરકંડીશન તથા સ્ત્રી પુરૂષોને દર અઠવાડીયે બદલાતાં જતા નવા નવા ભારે કિંમતના ઉદ્દભટ અને રંગબેરંગી આકર્ષક વસ્ત્ર ત્યા સ્વાધ્યાયના બદલે ભોગવિલાસમય જીવનને ઉત્તેજીત કરતા હૌગિક સચિત્ર પુસ્તકે, માસિકે સ્થા વિકાર ઉત્પન કરનારી કથાઓ, લેખ (ઉપન્યાસ) વગેરે અને ઘરની બહાર રોમેટિક સીનેમા, નાટક, કેર ડાન્સ જેમાં નગ્ન, અર્ધનગ્ન સ્ત્રી-પુરુષોના નૃત્ય, બિભત્સ અંગ વિક્ષેપ આદિ હોટસીન્સ બતાડવામાં આવે છે. આ બધું પ્રાપ્ત કરવા જે પૈસો જોઈએ તેને ગમે તેમ પ્રકારથી પ્રાપ્ત કરવા માટે નાનાથી મોટા પટ્ટાવાળાથી માંડી મોટા મેટા મંત્રીઓ સુધીના લોકોમાં લાંચ-રૂશ્વત, વેપારીઓમાં કાળા બજાર, ભ્રષ્ટાચાર, એ રી જગતમાં ડાકુગીરી, ખુન વગેરે દ્વારા તથા સ્ત્રીઓમાં [ જે ભારતમાં પરંપરાથી પોતાના શીલ અને સંયમી જીવન માટે બહુ પવિત્ર માનવામાં આવે છે] પિતાના રૂપનું પ્રદર્શન સીનેમા, થા સ્ટેજ પર અર્ધનગ્ન અવસ્થામાં નાચ આદિ કરીને [પોતાના ભાગની તૃપ્તિ ખાતરપૈસા કમાવવાને ઉપાય ઉપગમાં લાવવામાં આવે છે. આ દિવસોમાં સર્વત્ર આવા પ્રકારનું સ્વછંદી જીવન સામાજિક, રાજકીય, અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં દષ્ટિગોચર થાય છે. શું આજ સ્વતંત્રતાની નિશાની છે? શું આપણું જીવન વાસ્તવિકમાં સુખી છે ? સ્વતંત્રતા મળતા પહેલા ભારતભરમાં “ઘી, દૂધની નદીઓ વહેશે, સર્વત્ર રામરાજય થશે, સર્વત્ર લે કે સુખી જોવા મળશે, હિંસાચાર, અસત્ય, ચેરી, વ્યભિચાર, અનીતિ વગેરે ભારતભરમાંથી નાબૂદ થઈ જશે. પરસ્ત્રીને સૌ કોઈ મા–બહેન સમજશે, એવું નિર્મળ અને પવિત્ર વાતાવરણ આપણને મળશે.” એવું જે સ્વતંત્રતા પ્રાપ્તિ પહેલાનું આપણું સ્વપ્ન, હતું શું તે પુરૂં થયેલ છે ? બિલકુલ નહિ. સર્વ દૃષ્ટિથી આપણે ઉન્નતિના બદલે અવનતિ અગતિની ખાઈમાં જોરથી ઘસડાતા જઈએ છીએ. સમાનતા સમાજવાદ, સંપૂર્ણ સમાનતા, અહિંસામય માર્ગથી આપણે પ્રાપ્ત કરીશું એવો જે આપણો આદર્શ હતે તે સ્વપ્નમાં જ રહી ગયા છે, આ સમાનતાના સિદ્ધાંત કહેતા ગાંધીજી, ટેલસ્ટોય, ટેગર વગેરે મહાન પુરુષોના પુસ્તકે કબાટમાં જ સડી રહ્યા છે. આ પુસ્તકના બદલે ઈદ્રીના વિષયને પોષણ આપવા વાળી ભોગ-વિલાસમય કથા, નવલકથા, બિભત્સ ચિત્રવાળા પુસ્તકે જયાં જુઓ ત્યાં ટ્રેનમાં, ઓફિસમાં, મોટરકારમાં બસમાં અને ઘરમાં બેડરૂમમાં સુતા સુતાં જ વાંચવા માટે, જોવા માટે, સ્ત્રી-પુરુષના હાથમાં નજરે આવે છે. શું આ બધી ચીજો આપણને સ્વતંત્રતા સફલ કરાવવાની છે? કદાપિ નહીં, સાચી વાત તે એ છે કે આપણે દરેક ક્ષેત્રમાં ભોગ-વિલાસમય સાધના ગુલામ બની ગયા છીએ. શું આ પ્રકારની આપણી ગુલામી સ્વતંત્રતાની નિશાની છે ?