________________
મોજુદ આઝાદી આઝાર્ટી નથી
પણ ગુલામ છે.
સાચી આઝાદી તો સર્વજ્ઞ ભગવંતે પ્રરુપેલ જ્ઞાન અને ક્રિયાનું અનુકરણ
કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. –શ્રી દેવીચંદજી નવલમલજી એ સવાલ (રાઠોડ) પૂના.
બેરિસ્ટર એટ-લે (લંડન)
એડવોકેટ (એ. એસ.) હાઈકોર્ટ, મુંબઈ હિન્દીને ગુજરાતી અનુવાદ કરનાર : સૌ. ચેતનાબેન હરીશભાઇ મોમાયા
( આજે ભારત દેશ સ્વતંત્ર ગણાય છે અને બીજા અનેક દેશે પણ સ્વતંત્ર થતા દેખાય છે પરંતુ જયાં અનીતિ અન્યાય કુરતા, સ્વાર્થધતા, વિકાર વાસના વધતા જાય ત્યાં આઝાદીના દર્શન પણ ન થાય, આ દૂષણોથી દુનિયા પીડાઈ રહી છે. છતાં આઝાદી ગણાવાઈ રહી છે. આ દૂષણે પોતાના ઘરમાં કેઈને ગમતા નથી તે દેશ દુનિયામાં તે દૂષણ છૂટથી વધતા રહે ત્યાં આઝાદીના દર્શન કયાંથી થાય તે તે ગુલામીની જ જરુરી છે. જ્યારે અરિહંત પરમાભાઓએ રાગ દ્વેષ મેહથી મુકત થઈને સાચી આઝાદીને માર્ગ બતાવે છે તેની સમજ અત્રે વિદ્વાન લેખક વકીલશ્રી શ્રદ્ધા પૂર્વકના લખાણ સાથે આપે છે.
સંપાદ ૨૬ મી જાન્યુઆરી અને ૧૫ મી ઓગસ્ટ, આ બન્ને દિવસે આખા ભારતમાં સ્વાતંત્રદિનના રૂપમાં ઉજવવામાં આવે છે, ગામડા અને શહેરોમાં ઘરે ઘરે ઘા, તેરણ, લગાડવા જે શહીદોએ પોતાનું સર્વસ્વનું ત્યાગ કરી દેશની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું. તેમની ગૌરવ ગાથા ભાષણે દ્વારા ગાઈ અને સ્વતંત્રતા દિનને આનંદ સર્વત્ર મિઠાઈ વગેરે વહેંચીને મનાવાય છે.
પરંતુ, ખરેખર સ્વતંત્ર થયા છીએ કે દિવસે દિવસે ગુલામીની જરોમાં ફસાતા જઈએ છીએ. એ મહત્વપૂર્ણ વાતાને કેઈએ ધ્યાનપૂર્વક વિચાર કર્યો લાગતું નથી, સ્વતંત્રતાના બદલે આપણે નવી નવી ગુલામીની જંજીરમાં ફસાઈ રહ્યા છીએ. આપણી જરૂરિયાતે દિવસે દિવસે વધતી જઈ રહી છે. વિજ્ઞાનના નિત નવા સાધને નીકળી