________________
૫૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સર્વજ્ઞ અરિહંત પરમાત્માએ સાચુ સુખ પ્રાપ્ત કરવા માટે આપણને ત્રીરત્નમય ધર્મ બતાવ્યો છે, સમ્યગૂજ્ઞાન, સમ્યગુદર્શન, અને સમ્યગુચારિત્ર, સંસારને એમણે તો શરૂઆતથી અંત સુધી દુખમય, જ બતાવ્યું છે, એને પુરી ગુલામીને અહો કહ્યો છે.
સંસાર ૧. દાવાનળ જે છે ૨ ઝેરીલું વૃક્ષ સમાન છે, ૩. પાગલખાનું છે, ૪. રાક્ષસ જે છે, ૫. રાજની રણભૂમિ જેવો છે, ૬. શમશાન ભૂમિ જેવો છે, ૭. કતલખાનું છે, ૮. સાપ સમાન છે, ૯. ભયંકર જંગલ જે છે, ૧૦. મહારાજાની રણભૂમિ છે, ૧૧. સમુદ્ર સમાન છે, ૧૨. મુસાફરખાના સમાન છે, ૧૩. સંસાર જેલખાના જે છે, આ ઉપરાંત બીજી પણ ચાર મહત્વની વાતે સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલ છે. ૧. શરીર વૈભવ વગેરે નાશવંત છે, ૨. પેસે, લક્ષમી, નાશવંત છે, ૩. મૃત્યુની તલવાર બધાઓના માથા પર સતત લટકી રહી છે, ૪. સર્વ-પ્રણિત ધર્મને આસરે ડુબાડતાને તારનાર છે. | સર્વજ્ઞ પરમાત્માએ ફરમાવ્યું છે. “અનંત જન્મ મરણ પછી જ આપણ બધાને આવા અમૂલ્ય મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય છે. દરેક દર્શન ધર્મમાં, શાસ્ત્રોમાં આનું અલભ્યપન અનેક દૃષ્ટાંત આપીને પ્રતિપાદન કરેલ છે. આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી અને તેમાં પણ વિશેષ આપણી બધી જ ઇન્દ્રની પૂર્ણતા, શરીરનું આરોગ્ય, અને સુંદરતા લાંબુ આયુષ્ય લ્હા સુદેવ, સુગુરૂ અને સુધર્મની પ્રાપ્તિ અને શ્રી વીતરાગદેવની ભક્તિ કરવાને યોગ આ બધી વાતે પોતપોતાના પૂર્વ સંચિત મહાન પુણ્યના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે.
મનુષ્ય જન્મ આ રીતે ઉંચામાં ઉંચું છે, આચાર્ય ભગવંત શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે, “આવો મનુષ્ય જન્મ ધારણ કરવાવાળા એની “અમૂલ્યતા જ્યાં સુધી સમજે નહિ, તે મનુષ્ય જન્મ જે કઈ ભયંકર જન્મ નથી.”
૧. નારકી જન્મ શરૂઆતથી છેવટ સુધી દુઃખમય જ છે. ત્યાંનું ઓછામાં ઓછું આયુષ્ય ૧૦ હજાર વર્ષનું હોય છે. તે દરમ્યાન એક ક્ષણ પણ સુખની પ્રાપ્તિ નથી થતી, ફક્ત તીર્થંકર દેના પાંચ કલ્યાણકનાં વખતે એક ક્ષણ માટે જ તેમને સુખની પ્રાપ્તિ અનુભવ] થાય છે. ૨. દેવલોકેનું જીવન (સ્વગ જીવન) વિષયના ભેગમય જ છે, અને છેવટે સમ્યગ્દષ્ટિ આત્માનાં સિવાય બધાને દુર્ગતિ આપવાવાળે છે. ૩. પશુ જીવનમાં તેઓ સારું, ખરાબ, સત્ય, અસત્ય, વિવેક, અવિવેક, હિત, અહિત વગેરે સમજવા અસમર્થ છે, આ બધી વાતને સમજવાવાળ, અગર કેઈ જન્મ હોય તો તે મનુષ્ય જન્મ જ છે, તેથી મનુષ્ય જન્મ તેને કિંમતી અમુલ્ય ન લાગે, તો તે મનુષ્ય જીવનને સાર્થક કેવી રીતે કરી શકશે ? પ. પૂ. પૂર્વાચાર્ય શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે “લધુણ માણસત કહુચિ અઈ દુલહ; ભવસમુદ્ર