________________
જૈન શાસનને અભિનંદન!
–પૂ. મુનિરાજ શ્રી નયવર્ધન વિજયજી મ. જગ જયવંતા શ્રી જૈન શાસનને જીવંત જવલંત અને જયવંત રાખવાના શુભાશય સાથે જન્મેલ જૈન શાસનઃ સાપ્તાહિક પોતાના ૩ વર્ષના અતિ બાલ્યકાળને વટાવી શશવાવસ્થા તરફ ચતુર્થી વર્ષમાં પદાર્પણ કરી રહ્યું છે. વયમાં બાળ એવા પણ આ જૈન શાસને અબાળ પરાક્રમ કેરવી જૈન શાસનના સુવિશુદ્ધ સિદ્ધાંતને પ્રકાશમાં લાવવાનુ પરમ પવિત્ર પુણ્ય કાર્ય કર્યું છે. જે અતિ અતિ અનુમદનાપાત્ર છે.
જૈન શાસનના પરમપનેતા પ્રભાવે જીવતા સમસ્ત સંઘની જેન શાસનને તેના સિદ્ધાંતદેહે જીવંત રાખવાની પણ એક અનોખી જવાબદારી છે. લોકહેરીમાં તણાયા વગર સત્ય સિધ્ધાંતો સમાજ સમક્ષ મુકવા એ એક અતિ કપરું કઠિન કાર્ય છે. સત્ય મોટેભાગે કડવું હોય છે. છતાંય લોકહેરીને વિચાર કર્યા વગર સિધ્ધાંત સુરક્ષાના કાંટાળા માગે પણ સ્થિર કદમ ઉઠાવી રહેલા જૈન શાસનને લાખ લાખ ધન્યવાદ! ( સંસ્કૃત ભાષાના જૈન શાસન શબ્દનો અર્થ છે-જિન-આજ્ઞા શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાને જગ ચગાનમાં જયઘોષ ગજાવતા આ જૈન શાસનને” અંતરના અભિનંદન!
સન્માર્ગની પ્રરૂપણું થાય ત્યારે ઉમાના ભુક્કા બોલાય-કુતર્કોના કુરચા ઉડે, મિથ્યાત્વીઓ મુંઝાય-અજ્ઞાનીઓ અકળાય,સત્યને સૂર્ય પ્રકાશી ઉઠે–અનેક ગુમરાહને રાહ લાધે. આ “જૈન શાસન દ્વારા પણ સત્વભરી મહત્ત્વભરી થતી આવી શાસન-સેવાઓને શતશઃ પ્રણામ.
શાસનની આરાધના માટે વિશિષ્ટ પ્રકારે આરાધના શકિત જોઈએ. પ્રભાવના માટે વિશિષ્ટ પ્રકારે પુણ્યશકિત જોઈએ. જ્યારે શાસનની રક્ષા માટે ફકત શાસન પ્રત્યેના સમર્પણભાવ જોઈએ. જયાં શાસનને સમર્પણભાવ નથી ત્યાં થતી ગમે તેવી પણ શાસનની આરાધના યા પ્રભાવના તેની શું કિંમત છે? શાસનના સમર્પણભાવનું સત્ત્વ અને શુરાતન રગરગમાં જગવતાં આ જૈન શાસનને અંતરની ઉમિ સહ આવકાર?
માહપુણ્યોદયે જૈન શાસન મળ્યું છે. આ જૈન શાસનના પ્રાણુભૂત અંગોને એખંડ અભંગ રાખવા તે શાસનપ્રેમી સૌની અનુપેક્ષણીય ફરજ છે. આપણે સૌ પણ આ ફરજના કરજને ચૂકવવામાં ચૂસ્ત રહી પર માત્મશાસનના પ્રભાવે શીધ્ર પરમાત્મયપદ પ્રાપ્ત કરીએ એ જ મંગલ કામના,