________________
સાધુ પણ શિષ્યના લાભથી કાઇને દીક્ષિત ન કરે. પરન્તુ સામી વ્યક્તિના હિતની અને નિસ્તારની ભાવનાથી જ દીક્ષિત બનાવે
સાધુ પોતાના કોઇ આદર-સત્કાર કરે કે કેાઇ અપમાન-તિરસ્કાર કરે તા પણુ ધર્માં લાભ' જ આપે. ધર્મલાભ એટલે કે તમને સાધુપણાના લાભ થાવ' આ જ આશીર્વાદ આપે. પરન્તુ તમારા સ`સાર લીલેાછમ બન્યા રહે તેમ બધા મેાજમજા કરે
તેવા આશીર્વાદ ન આપે.
ધર્માંના કારણ વિના સાધુ ગૃહસ્થના ઝાઝો પરિચય પણ ન કરે. શ્રાવકના સંસારનું જરાપણું અનુમોદન ન થઈ જાય તેની કાળજી રાખે.
કધૂનન માટે સ્વજનધૂનન કર્યુ હોય તે તે હજી લેખે છે પણ કમ ધૂનને ભાવ ન હોય અને સ્વજન ધૂનન કરે તો તેના માતા-પિતાદિ સ્વજનો તેની પાછળ જેટલા શાક કરે તે બધાનું પાપ તે સાધુને લાગે પેાતાના એક ઘરના ત્યાગ કરી, અનેકના ઘર ચલાવવાની ચિંતા કરે તેવા સાધુ જેટલા ઘરના ગોચરી-પાણી વાપરે તે બધાના દેવાદાર બને છે. અને બધાને ત્યાં તેને દેવું ચૂકવવા ગધેડા પણ થવું પડે અને ભરૂચના પાડા પણુ થવુ' પડે.
સાધુપણાને મહિમા સમજાવનાર આવા ભાવના ઉપદેશાત્મક વચના સાંભળતાં જ આપણી સમક્ષ શ્રી જિનશાસન શણગાર, અણુનેમ અણુગાર, ભવિક જીવાના તારણહાર દીક્ષાના દાનવીર પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની અલૌકિક દિવ્ય મૂર્તિ નજરે ચઢે છે. જે અનેક સંઘર્ષ સહન કરીને મહામુશીબતે દીક્ષા ધને પામ્યા અને છેલ્લાં સેંકડા વર્ષોથી દુ ભ–દોહ્યલી બનેલી દીક્ષાને સુલભ–સહજ બનાવી, અનેક સંઘર્ષો મજેથી વેઠીને. તેથી જ પ્રામાણિક લેાકેા દીક્ષાયુગના પ્રવત્તક તેમને જ હયાથી માને છે.
સાધુપણું જેઓના મેરામમાં પરિણામ પામ્યુ હતુ. સયમ જીવનની અનુપમ– નિર્માળ સાધના અને આરાધનામાં મસ્ત રહેતા, અપ્રમત્તતા તે અનુપમ હતી, આત્મ જાગૃતિ તા અપૂર્વ હતી અને આશ્રિતા પ્રત્યે વાત્સલ્યભાવ-પ્રેરણા અદ્વિતીય હતી. અનુકૂળતામાં ઉદાસીનતા અને પ્રતિકૂળતામાં પ્રસન્નતા હસ્તગત કલાની જેમ સાધ્ય કરી હતી. સુખમાં અનાસિકત અને દુઃખમાં સમાધિ' જેના જીવનમંત્ર હતા. સુકુમાળ હાવા છતાં તેવું જીવન જોઇ ભલભલાના મસ્તક નમી જતા ! તેઓશ્રીજીના શ્રીમુખેથી સ’સા૨ના વિરાગી, સંયમના રાગી અને માના જ અનુરાગી' બનાવનાર શ્રી જિનવાણીના શ્રવણથી અનેક ભવ્યાત્માએ સંયમ ગ્રહણ કરવા ઉત્સુક ખનતા તા પરીક્ષા કર્યા બાદ જ દીક્ષા આપતા હતા.
“તમે બધા સાધુ નથી થતાં તેનુ' મને દુઃખ નથી પણ સાધુ થવાનું મન પણ થતું