________________
૫૪૬
: પૂ.આ. શ્રી વિ. રામચંદ્રસૂ. મ. સા. ના [ જેન શાસન અઠવાડિક
– લોકસત્તા-જનસત્તા – (૫) રાજકેટ વર્ધમાનનગર જૈન દેરાસર ટ્રસ્ટ દ્વારા આ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામતાં અને તાજેતરમાં પૂરા થયેલા પર્યુષણ પર્વની જેનેએ કરેલી આરાધનાના અનુસંધાને વર્ધમાનનગર દેરાસર ખાતે ૧૧ દિવસને ભવ્યાતિભવ્ય મહેસવ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે વર્ધમાનનગરના ઉપાશ્રયમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. કલાકારોને ધર્મ પ્રત્યેનો અનુરાગ તથા અથાગ મહેનતના પરીપાક રૂપે જેન ધર્મના પવિત્રકારી પાવન સ્થળ શેત્રુંજય મહા તીર્થની બેનમુન કલાકૃતિ તથા આ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના જીવન પ્રસંગને ચીરોડી કલરથી સાકાર કરાયા છે
જૈન ધર્મના ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના ૭૯ વર્ષના ધર્મ રક્ષાના કાર્યોને અનુમોદનાથે અત્રેના વર્ધમાનનગરમાં આવેલ જૈન દેરાસરમાં ભવ્ય રીતે શ્રી પ્રભાકરસૂરીશ્વરજીની નિશ્રામાં મહોત્સવ ચાલી રહ્યો છે. 1. આજે અત્રે જાયેલી પત્રકાર પરિષદમાં શ્રી પ્રભાકરસૂરીશ્વરજીએ જણાવ્યું હતું કે, શ્રી વિજય રામચંદ્રસૂરિના સંયમ જીવનના પ્રભાવક કાર્યોને અનુમોદન આપવા અને જીવ હિંસા સમાજમાં ઘટે તેવા હેતુ સાથે તા. ૨૧ થી તા. ૧-૧૦ સુધી વર્ધમાનનગર દેરાસરમાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી પ્રભાકરસૂરીશ્વરજીએ જણાવ્યું હતું કે, જીવ હિંસા દિન-પ્રતિદિન વધી રહી છે. તેથી સમાજમાં દૂષણે પણ વધી રહ્યા છે. પરંતુ સાધુ સંતેના તપથી દુનિયાનું . અસ્તિત્વ જળવાઈ રહ્યું છે.
આ મહોત્સવ દરમ્યાન રૂ. ૯૬૦૦૦ એકઠા કરી શહેરમાં દાન-પુણ્યના અર્થે વાપરવામાં આવશે. તેમજ જરૂરિયાતમંદ લોકેને કપડાનું વિતરણ કરવામાં આવશે. અને તા. ૧ ઓકટેમ્બરના રોજ શહેરના તમામ દેરાસરમાં ભવ્ય આંગી કરવામાં આવશે. અને હર્ષોલ્લાસથી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
દેરાસરમાં મહેસવ નિમિત્તે વિવિધ જાતની રંગોળી બનાવવામાં આવી છે. તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે. આ પત્રકાર પરિષદમાં સંઘના અગ્રણીઓ ઉપસ્થિત હતા.
( લોકસત્તા-જનસત્તા તા. ર૯–૮–૯૧)