________________
પ૩૦ :
: પૂ.આ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ. સા. ના [જેને શાસન અઠવાડિક
તેથી કામ અટકી પડયું. પછી ત્યાંથી ૧૮ કિ. મિ. ચાલી નીકળ્યા અને ગંધારમાં દીક્ષા થઈ. તે વખતે હજામ મળે તેમ ન હતું. તેથી પૂ.પાદે સ્વયં વાળ કાપવા માંડયા. પછી હજામ આવ્યો અને મુંડન કર્યું: દીક્ષા થઈ ગઈ. આખી જીંઢણી જન્મકાળથી અંતિમ સુધી ઘણી બધી મુશીબતોને આ મહાપુરૂષે પસાર કરી છે. પણ દર્યતા–અડગતા અજબગજબની હતી. વિરોધ કરવાને જ મનસુબે જ ઘડીને જ તેમનું પ્રવચન સાંભળવા આવેલાઓ. ત્યાગી—વૈરાગી-શ્રી જિન શાસનના સાચા અનુરાગી બની ગયાના કેડી બંધ બનાવો બન્યા છે.
૦ વિશ્વની અંદર કેઈપણ ખરાબ વસ્તુ ફેલાય છે એ મનના મલિન વિચારનું જ પરિણામ છે. ભલભલા જ્ઞાનીઓ પણ કયારેક ભૂલ થાપ ખાઈ જાય છે. તે વખતે એક આચાર્ય ને વિધવા-વિવાહમાં આત્માનું હિત લાગ્યું તેવા મળતીયાઓએ ભેગા થઈ ઠરાવ કર્યો. પવિત્ર માન્યતાઓ સામે બગાવત કરી. તે વખતે મુનિ રામવિજયજીની ઉંમર ૧૮ વર્ષની હતી. તેમણે દીક્ષા લીધાને માત્ર ૧૨ મહિના થયા હતા. હવે સુધારકેએ મીટીંગ રાખેલી તેમાં ૧૮ થી ૪૫ વર્ષના ભાઈઓ આવી શકે તેવો નિયમ હતે. પૂ. રામવિજય મહારાજ સાહેબ ગુરૂભગવંતની આશિષ લઈને તે સભામાં પહોંચી ગયા. સુધારક આચાર્ય તરફથી પ્રશ્ન થયે કેમ આવ્યા? ત્યારે આ મુનિ ભગવંતે જવાબ આ. ૧૮ વર્ષની ઉંમરનાને આવવાની છુટ છે. આચાર્ય ભગવંતે બીજો પ્રશ્ન કર્યો. ભાષણ આદિ કરશે? જરૂર પડશે તે ભાષણ કરીશ. બસ આચાર્ય ભગવંતે ઠરાવની માંડવાળ કરી દીધી. સકલ સંઘને પાપના ખાડામાંથી ઉગાર્યો. જબરજસ્ત પુણ્યાઈ અને બુદ્ધિને ઉપગ શાસ્ત્ર-સત્ય અને સિદ્ધાંતને મજબૂત બનાવવા તથા ભવ્યાત્માઓને શાસનના રાગી બનાવવામાં જ સદાય ઉપયોગ કર્યો.
- ધર્મગુરૂને ધમનો જ ઉપદેશ – . પૂ. રામવિજયજી મ. સા. સાથે વડા પ્રધાન જવાહરલાલ નેહરૂ-રાષ્ટ્રપતિ ડે. રાજેન્દ્ર પ્રસાદ–વલલભભાઈ પટેલ વગેરે આર્ય દેશના રાજકારણ અંગે કરાતો વાર્તાલાપ છે છતાં પણ કેઈની શેહમાં આવ્યા નથી.
( રંગેની ) વિહારમાં પણ ગચ્છાધિપતિ શ્રી ગાથા કંઠસ્થ કરતા તથા સ્વાધ્યાયમાં મગ્ન.
( ગોળી )