________________
વર્ષ ૪ અંક ૧૮+૧૯] સંયમ અનુમોદન મહત્સવ વિશેષાંક : પર
૦ મહારાષ્ટ્રમાં જયારે પૂ.શ્રી વિચરતા ત્યારે દીગંબર પંડિતે તેમના પ્રવચન સાંભળવા આવતા હતા. ત્યારે પૂ.શ્રી કાંબળી ઓઢીને પ્રવચન કરતા હતા. એક દિગંબર ભાઈએ કહ્યું. તમારા વેતાંબર સાધુ કરતાં અમારા દીગંબર સાધુઓ કેટલું બધું સહન કરે છે ? તે પૂ.શ્રીએ જણાવ્યું કે સમજણ વગર તે ગધેડે પણ ઘણું સહન કરે છે. તે વખતે સામે ગધેડે ઉભો હતો. બીજા ઘણા પ્રશ્નને પૂછ્યા અને પૂશ્રીએ ખુબ જ સ્વસ્થતા પૂર્વક જવાબ આપ્યા. પ્રશ્નકારને જવાબ મળતા અને આનંદ અનુભવતા.
• સ્થાનકવાસી ભાઈએ આવીને પૂછયું. સ્થાપના નિક્ષેપ-એટલે કે ભગવાનની મૂર્તિથી કાંઈ અસર થતી નથી. જડને પૂજવાથી શું લાભ? પૂ.શ્રીએ તરત કહ્યું. વિકારી દશ્ય મનને મલિન બનાવી શકતું હોય તે વીતરાગની મૂતિ વીતરાગતાના ભાવ કેમ પેદા ન કરી શકે? પછી કહ્યું એ મૂકી દઉં પછી મારી પાસે કેઈ આવે ખરે? દરેક સંપ્રદાય કંઈને કંઈ સ્થાપના માને છે. વેઢા છે એ પણ જડ છે પણ તેની પણ અસર થાય છે. કાગળના પાના બધા સરખા પણ ગવર્નમેન્ટની મહેર છાપવાળી કરન્સી નોટ કહેવાય છે. તેમ જડમૂર્તિમાં અંજનશલાકા દરમ્યાન જિનેશ્વર દેવનાં પંચ કલ્યાણક ઉજવાય છે. અંજન વિધિ કરવામાં આવે છે. તીર્થકર ભગવાન તેમનું આયુષ્ય જેટલું હોય તેટલે સમય પૃથ્વી ઉપર વિચરી ઉપદેશ આપી ભવ્યાત્માઓને મેક્ષ માર્ગમાં જેઓ છે. જ્યારે તીર્થકરની મૂર્તિ અબજ વર્ષ સુધી પણ જીવનું કલ્યાણ કરે છે.
- બોકઠાને વધ બંધ – અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં વર્ષોથી દર દશેરાના દિવસે બોકડાને બલી ચડાવવામાં આવતે તે જીવ હિંસા અટકાવવા પૂ. રામવિજયજી મહારાજાએ પોતાના અદ્વિતીય વ્યાખ્યાને દ્વારા જૈન-જૈનેતર–અરે મુસ્લિમોને પણ આ હિંસા અટકાવવા પ્રેર્યા અને પૂજ્યશ્રીને જવલંત વિજય થયો ત્યારથી કાયમ માટે બેકડાને વધ બંધ થઈ ગયો. તે
૦ પૂશ્રીના કુટુંબીજનોને એ વાતને ખ્યાલ આવી ગયા કે કોઈપણ સંજોગોમાં આ આત્મા ઘરમાં રહેશે નહિ. દિક્ષા વિના રહેશે નહિ. ત્યારે તેમના કુટુંબીજનોએ છાપામાં જાહેર ખબર આપી હતી કે અમારા ત્રિભુવનને કેઈએ દીક્ષા આપવી નહી. અને જે આપશે તે કાયદેસર પગલા લેવામાં આવશે. કેઈ દીક્ષા આપવા હિમંત કરતું નહિ. ત્યારે એક આચાર્ય ભગવંતે કહ્યું કે તને હું દીક્ષા આપું. ત્યારે આ ત્રિભુવને કહ્યું મારા
ગ્ય ગુરૂ ભગવંત મળશે ત્યારે દીક્ષા લઈશ. તે આચારમાં શીથીલ હતા માટે ના પાડી હતી. છેલ્લે સત્તર વર્ષે પ. પૂ. આ. દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ મલ્યા. મુહર્ત કાઢયું. દીક્ષા નાનકડા ગામમાં આપવાની નકકી થઈ પણ ત્યાં તેમના કાકી મલ્યા