SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ અંક ૧૮+૧] સંયમ અનુમોદન મહોત્સવ વિશેષાંક : ૦ પૂજયશ્રી જ્યારે પુનામાં હતા ત્યારે ઇતર પંડિતો પ્રવચન સાંભળવા આવતા હતા. તેઓશ્રીની પ્રવચન વાણી સાંભળી તે પંડિતો મુકતકંઠે બોલતા હતા કે આ સરસ્વતીને અવતાર, આ રીતે અર્થ કરીને ધર્મને સમજાવવાની કળા જોઈ નથી. સ્યાદવાદ એટલે ફુદરડી વાત નહી. બહુજ સહેલા શબ્દોમાં પરમાત્મા શાસનનું નવનતી તત્વજ્ઞાન હવામાં ઉતારવાની કળા-ગજબની હતી. તેમણે પ્રવચન એકવાર સાંભળ્યા પછી વારંવાર સાંભળવાનું મન થતું. ૦ મુરબાડમાં પૂજ્યશ્રી હતા. તે ગામમાં મંગળદાસ નામના ભાઈ રહેતા હતા. ધર્મની સાથે છેડે ફાડી નાખ્યું હતું, વ્યસનેમાં તે મસ્ત હતા. મહારાજાની સેવામાં ૨૪ કલાક પાવરધો હતે. પૂજ્યશ્રીના વિરોધીઓએ ગામમાં વાત ઉડાડી મહારાજ તે ત્રણ ટાઈમ ભજીય ઠેકે રાખે છે. મંગળદાસ ધમનું ઘસાતું સાંભળી તે વાત પકડી લીધી સવાર-બપોર-સાંજ છાની છૂપી રીતે પૂજ્યશ્રીની ચર્ચા જોવા આવવા લાગે. પરંતુ આ મહા પુરૂષને જયારે આવે ત્યારે હાથમાં પ્રત સાથે લઈલીન જોતા તેનાં જીવનમાં ગજબ ટન આવી ગ. પૂજયશ્રી પાસે કબૂલાત કદી ભૂલનું પ્રાયશ્ચિત લીધું. પૂજ્યશ્રીને ભગત બની ગયે. ધમને ઉપાસક બની ગયા. નિવયસની બની ગયો. શાસનરાગી બની ગયે. ૧૦ એક સમય હતે. લાલન શીવજીની ચોમેર બેલબાલા થઈ હતી. અજ્ઞાનીઓ તેને ૨પમાં તીર્થકર રૂપે માનવા લાગ્યા. તે વખતે પ. પૂ. આ. કે. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજા શાસન સમ્રાટ કહેવાતા હતા. તેમણે તેને સંઘ બહાર મૂકો. ત્યારબાદ પૂજ્ય આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજીના પ્રવચને સાંભળ્યા અને તેનું હયું હચમચી ઉઠયું. તેને પ્રાયશ્ચિત લીધું. તેને જાહેરમાં સ્વીકાર કર્યો અને કહ્યું જોગ કરેલાં સાધુભગવંત જ આગમને અભ્યાસ કરી શકે આ વાત આ મહાપુરુષે મારા હૈયામાં જડબેસલાક બેસાડી દીધી છે. આ મહાપુરૂષ ન મલ્યા હતા તે હું આ સંસાર સાગરમાં રખડી મરત. મેહ-મમતાની માયા.” શ્રી ત્રિભુવનપાલે દિક્ષા ગ્રહણ કરી અને પૂ. રામવિજયજી બન્યા. પિતાના બાપુજીના દાદી રતનબાના તેઓ લાડકવાયા હતા. ઘેર વહોરવા પધારે છે. રતનબા હવશ બારણ રેકીને ઉભા રહી જાય છેકહે છે કે, “તુ મારી પાસે રહી જા, હું તને જવા નહિ દઉ” પૂ. રામ વિજયજી મ. સા. દાદીમાને સમજવી અને તેમની મેહની મૂર્છા ઉતારે છે. (રંગોળી).
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy