________________
જWકરવામાં યુગપુરુષ ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. ના
જીવન પ્રસંગો –સંપાદક : પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મહારાજ
જે મહાપુરુષના જન્મથી આ ધરતી ધન્ય બની છે. જેના પરિચયમાં આવનારા ધન્ય ધન્ય બની ગયા છે. જેનું સમગ્ર જીવન ભવ્ય ઈતિહાસની પરંપરા સજી ગયું છે. જેમના જીવનની પ્રત્યેક ક્ષણે વિવના ભવ્યાત્માઓને પાવન કરનારી હતી. આ મહાપુરુષ અહીં પધારવાના છે. આટલું સાંભળતાની સાથે જ લાખે આત્માઓ પરમ શાંતિ અનુભવતા. શાસ્ત્ર-સત્ય-સિદ્ધાંત મોક્ષમાર્ગને આગવી શૈલીથી સમજાવવાની જેની પાસે અજોડ કળા હતી. જેઓશ્રીની પ્રચંડ પ્રતિભા હરહમેશ તેજસ્વિતાને ધારણ કરતી હતી. જેમની આંખમાંથી હંમેશાં ચદ્રમાંનું શીતલ તેજ વરસતું. જેમના શબ્દ શબ્દ પ્રબળ ઉત્સાહ અને અખંડ શાસ્ત્ર તેત્ર વહેતે અનુભવાતે. જેમણે જીવનની સઘળી ક્ષણે અંતિમ ક્ષણ સુધી મુકિતપદ નિર્વાણયદ, પરમપદને હૃદયમાં સ્થાપિત કરીને, આ મહાપદને લેકેના અંતરનાથ અંતરની અંદર સ્થિર કરવાના સફળ મહાપુરુષાર્થ કરવા સાથે આ મહાપદની આરાધનામાં જ જીવન સફળ બનાવ્યું હતું. જેમના આત્માના રૂંવાડે રૂંવાડે ત્રણે જગતના જીવ માત્રને “સવિજીવક શાસન રસી' જેવી અતિ ઉત્તમ ભાવના છેલ્લા શ્વાસ સુધી જિવંત રહી હતી. તે કરડાના અંતરાધાર, કાયાવતાર, સુવિહિત શિરોમણિ, પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ ગછાપતિ પૂજય પાદ આચાર્યદેવ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારની સ્મૃતિમાં મારા હદયમાં જે કાંઈ પ્રસંગે સંગ્રહ થયા તે સંકલિત કરી મુકયા છે. તેઓશ્રીની કૃપા-આશિષ તેમના જેવી જિનભકિત શાસ્ત્ર પરામશ શક્તિ, આરાધનાનું બળ તથા જિનવચનમાંજ રમણતા, અડગતા, દૌર્યતાનું બળ પુરું પાડે એજ સદાની શુભાભિલાષા,
જન્મ વિક્રમ સંવત ૧૫ર ફા. વ. ચોથ દહેવાણ
દીક્ષા , , ૧૯૬૯ પ. સુ. ૧૩ ગંધારતીર્થ આચાર્યપદ , , ૧૯૯૨ વૈ સુ ૬ મુંબઈ
સ્વર્ગવાસ , ,, ૨૦૪૭ અ વ. ૧૪ અમદાવાદ. આ સંગ્રહ કરતાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયુ હોય. તે મહાપુરૂષને અજાણતા પણ મારાથી અન્યાય થતું હોય તે ક્ષમા યાચના ચાહુ છું. સૌ કે તેમના જીવનમાંથી સમ્યગૂ માગને પામી સત્ય માર્ગમાં સ્થિર બની સર્વને સ્થિર બનાવવા પ્રયત્ન કરી જીવનને ધન્યાતિધન્ય બનાવીએ.