________________
પ૨૦ : પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂ. મ. સા. નાં (શ્રી જૈન શાસન અઠવાડિક)
૦ પૂજયશ્રીએ ૧૭ મે વર્ષે દીક્ષા લીધી. બીજે વર્ષો જ ભયંકર પ્રકારની દાહની વેદના ઉપડી વેદના અસહ્ય હતી. આવા સમયે પણ તે આત્માની મસ્તીમાં હતા. જાય તેવા થઈ ગયા હતા. ત્યારે એક ડોકટર આવ્યા અને કહ્યું, ૬૦૬ નું ઈજેકશન આપવું પડશે. ભયંકર દુઃખ થશે ત્રણ દિવસ સુધી ચેન નહિ પડે. રાત્રે પાણીની તરસ લાગશે. આવા સમયે આ મહાપુરૂષે જેને પૂર્વ ભવની સુંદર આરાધનાના બળે આત્માના રુવાંડે રુવાંડે લખાઈ ગયું હતું દુઃખ સમભાવે સહન કરી લેવામાં જ આત્માની કમાણી છે. જિનાજ્ઞાનું પાલન એજ તારનારૂ છે તેની વિરાધના ડુબાડનારી છે. મહાપુરૂષે ગુરૂ ભગવંતને કહ્યું કદાચ હું અસાવધ થવું અને રાત્રે પાણી માંગુ તે મારી રક્ષા કરજો. આ દેહને પાપથી અભડાવશે નહિ.
• કરાડ મહારાષ્ટ્રમાં ૩૫ દિવસની માંદગી વી. રાત-દિવસ ઉંઘ ન આવે. તે પણ સમભાવે સહન કરી આત્માની મસ્તીમાં રહેતા.
૦ મુંબઈ શાંતાક્રુઝમાં બિમાર પડયા. અંદર અને બહારથી બળિયાને ઉપદ્રવ ભયંકર વેદના. તેમાં પણ અપૂર્વ સમાધિ રાખતા. જ્યારે સારું થયું સહવતી મુનિ ભગવંતોએ પૂછયું સાહેબ વેદનામાં શું વિચારતા હતા. તે એક જ જવાબ નીકળે નિર્વાણ પદ જોઈએ.
૦ અમદાવાદમાં પૂજ્ય શ્રી બિરાજમાન હતા, તે વખતે એક ઉદ્યોગપતિએ કૂતરા ખૂબ હેરાન કરે છે તેથી તેને ૨૪ કુતરાઓને મારી નાખ્યા. પૂજ્યશ્રીએ આવા નિષ્ફર, નિર્દય અને નઠોર કૃત્યને જોરદાર વિરોધ કર્યો, અહિંસાથી સ્વરાજ લેવડાવવાની ચળવળ ઉપાડનાર મહાત્મા ગાંધીએ પૂજયશ્રી સામે તેમના નવજીવન માસિકમાં લેખમાળા શરૂ કરી. તેની સામે પૂજ્યશ્રીએ વળતી લેખમાળા શરૂ કરી. ગાંધીજીએ ૧૭ લેખ લખ્યા અને પૂજ્યશ્રીએ ત્રણ લેખે સામે લખ્યા. ગાંધીજીએ લેખમાળા લખવી બંધ કરી.
૦ એકવાર મહાત્મા ગાંધીજીએ સામેથી પૂજ્યશ્રીના પ્રવચન સાંભળવા કહેણ મોકલ્યું પૂજ્યશ્રીએ કહ્યું આવે તેને વાંધો નથી પણ કેઈ રાજકીય વાતે થઈ શકશે નહિ. ગાંધીજીએ આવવાનું માંડી વાળ્યું.
જેઓની જેમ અને જુસ્સા ભરેલી વણીના વાકયે વાકયે શબ્દ શબ્દ, અરે અરે અરે, અરે અક્ષરના કાના અને માત્રામાં સંસારની અસારતા, સંયમની સુંદરતા મોક્ષની ભવ્યતાના ગુંજારવ હતા. જેમાં શુદ્ધ પ્રરૂપક હતા એવા પ. પૂ. આ. ભગવંત રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાને કેટિ કેટિ વંદન, અમારા ભભવના ફંદને મીટાવજે.