________________
લેખ એ-લેખાંક-૧મો
જ્યાં ત્યાં સ્ટીકર લગાવવાને અર્થ નથી સંજય વેરા શાસનને માને છે કે નહિ ?
સમકાલીન, જનસત્તા, અકીલા દ્વારા જૈન સંઘ કે શ્રમણ સંઘની
બદબોઈની ચેજના તો નથી ને?
ગત સાલ વિહારમાં દેરાસરમાં થાંભલા ઉપર કે દિવાલમાં કે પ્રભુજી ઉપર ગોખલામાં પ્રભુજીના સ્ટીકર જોયા તેમાં અચલગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીના શિષ્યના ઉપદેશથી તે સ્ટીકર પ્રગટ થયેલા તે વાંચ્યું.
આ રીતે ગમે તે દેરાસરમાં ગમે ત્યાં પ્રભુજીના સ્ટીકર લગાડવા તે ઉચિત નથી વળી તેમાં એક સ્ટીકરમાં તે દિગંબર પ્રતિમાને ફેટે હતું તે પણ કેટલું યોગ્ય ગણાય?
પૂજાની પેટી ઉપર પણ સ્ટીકરે જેવાય છે તેમાં પણ મંદિર આદિ હોય તે પટના સ્ટીકર ઉપર જ પૂજાની થાળી વાટકી વિગેરે મુકાય છે તે આ રીતે સ્ટીકરો ચોડવા ઉચિત ન ગણાય.
સંજય વોરાની લેખિની શાસન ખિલાફ છે? સમકાલીનમાં એક આચાર્ય શ્રી અંગે તેમને લેખ એ સત્ય અસત્યની કસેટી ઉપર ચડાવવાને પ્રશ્ન નથી પરંતુ માત પિતાદિની ખામી લાગે છે તે જાહેરાત પાત્ર છે કે નહિ? તે વિચારવા યોગ્ય છે.
પૂ. પાદ મહ. યશોવિજયજી મ. લખે છે કે-ગુણ સ્તુતિ અવગુણ ઢાંકવાથી આશાતનાની હા આ વિનય પ્રકાર છે માત પિતાદિ વડિલ તથા ગુરૂજનોના ગુણની સ્તુતિ કરવી અવગુણુ ઢાંકવા તેને અર્થ અવગુણને ઉત્તેજન આપો તેમ નથી.
બ્રહ્મદત્ત ચક્રવતીએ તેની માતાના દોષ સામે જે ચેષ્ટા કરી તે પ્રસિદ્ધ છે. શ્રી સંજય વોરા લેખક છે અને સારી નરસી બંને બાજુના લેખો લખે છે. આ પહેલા પણ મુંબઈના પ્રસંગમાં આ લેખ લખીને તેમણે પોતાની લેખિની ચલાવી હતી. ગટરનું પાણી પીનાર ગુલાબજળ પીએ તે પણ ગટરના પાણીની તેની વૃત્તિ સુધરી ગઈ તેમ ન કહેવાય.