________________
ચિંતનની ચિનગારી - શ્રી અક્ષયાભિલાષી
નગુરો જૈનશાસનમાં કેમ હોઈ શકે? જેને માથે ગુરુજ ન હોય એ કાં તે તીર્થંકર પરમાત્મા હોય અથવા તે પ્રત્યેક બુધ મહાત્મા હેય.
આ સિવાય જિનશાસનમાં ગુરુ વિનાન કોઈને પણ સ્થાન જ ન હોઈ શકે. સબૂર! એટલે પંચ મહાવ્રતધારી બધાય ગુરુ એમ કહેવાનું અહીં યોગ્ય નથી. “પંચમહાવ્રતધારી બધાય મારા ગુરુ” એવું કહી દેનારને માથે કદાચ એની હાજરી લે એવા એકેય ગુરુ ન પણ હોય.” બધા ગુરુ-એકેય ગુરુ નહિ...એવું સમીકરણ જૂ કરવાનું સાહસ કરવા પ્રેરણું થઈ જાય છે.
અહીં તે એ વાત કરવી છે કે ગામમાં જેટલા દવાખાનું ચલાવનારા તે બધાય ડોકટર હેવા છતાં દરેક ઘરને જેમ પોતાને ખાસ ફેમીલી ડોકટર હોય છે તેમ દરેક મુમુક્ષુને માથે એવી કઈ વ્યકિત ગુરુપદે હોવી જ ઘટે જેની પાસે તે મન મૂકીને રડી શકે, સઘળી વાત કરી શકે, અને જીવનને મોક્ષમાર્ગે ટકાવી રાખવાની પ્રેરણાઓ પામી શકે.
જે તમે એવા કેઈ ખાસ ગુરુને નહિ સ્વીકાર્યા હોય તે કદાચ તમારા જીવનમાં અનેક ગેરસમજે ઊભી થઈને એવો વંટોળ ઊભું કરશે. જે કદાચ તમને દુર્ગતિના પંથે ફેંકી દેશે. સત્વર સાચા ગુરેને તમારા ખાસ ગુરુ બનાવી લેજો નગુરા મટી જજેહા ...પાંચમાં વિ. પદમાં સમાતાં સર્વને પૂરા અહોભાવથી નમસ્કાય તે જરૂર જરૂર માનજે.
સંત-વચન-જોહામણાં
નિયમ-વધુ-મજબુત-બના જે જમાનામાં સ્વચ્છંદતા અને શ્રમણ શથિલતાને પ્રચાર કરનારા વૈભવિ સાધન વધુ હોય તે જમાનામાં ધર્મનાં નીતિ-નિયમને ખુબ જ મજબુત તેમજ વધુ કડક બનાવવા જોઈયે–એવું નથી લાગતું?
ભાવના–તોડે તે-ગુનાને પાત્ર છે. મૂતિને તેડનારા મુસલમાન બાદશાહો કરતાં પ્રભુ-પ્રત્યેની ભાવનાને તેડનારા વધુ ગુનાને પાત્ર છે.
કંગાળ-પણુ-શ્રીમંત છે. ધર્મ વિનાને ધનવાન એજ સાચે કંગાળ છે અને દરિદ્રી હેવા છતાં સાચે. ધમી શ્રીમાન છે. –પૂ. મુનિરાજશ્રી વિનીતસેન વિજયજી મ. (શ્રી વિશ્વદીપ)
શિહેર,