SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ : જૈન શાસન (અઠવાડિક) મ. ના, પ્રેરણામય વાત્સલ્યથી એમની ધર્મભાવના પરમ ઉત્કટતાએ પહેાંચી હતી. દાદા પૂ. ઉપાધ્યાયજી શ્રી વીર વિજયજી મ. એ એમને હિંંમત આપી હતી. જંબુસરમાં પૂ. ઉપાધ્યાયજી મ. એ નિશ્ચય કર્યો કે વિરોધ ભારે થશે આથી દીક્ષા હજી વધુ ખાનગી થવી જોઇએ. મુનિશ્રી મંગલવિજયજી મ., મુ. શ્રી નય વિ. મ. અને મુ. શ્રી પ્રકાશ વિ. મ. સાથે ત્રિભુવન કુમારને આમેાદ થઇને ગંધાર જવાનું નિશ્ચિત થયું. ગંધાર પહેાંચ્યા. પાષ માસના શુકલ ત્રયેાદશીના દિવસના સૂરજનુ પ્રતિબિંબ ગધારના સાગરે ઔલ્યું ત્યારે કિનારાથી થાડે દૂર એક અદ્ભૂત ઘટના થઈ રહી હતી. ઉગતી જુવાનીએ એક તરૂણ હાથ જોડીને બેટ હતા ને પૂ. માંગવિજયજી મ. એના રેશમી વાળને હાથેથી લેચ કરતા હતા. એ તરૂણ ત્રિભુવન હતા. વિધિ દરમ્યાન કેશ લેચની ક્રિયાં વખતે વાળંદ ન હતા. આથી એમણે મહારાજ સાહેબને લેાચની વિનતિ કરી હતી. ગમે તે ભેગે સત્યના નિશ્ચય પછી તેના અમલ કરવાની સખળતાના એમણે આ રીતે સકેત આપ્યા. વાળંદ આવ્યા ને વિધિ ઝડપી બની. આ મહાપુરૂષ હવે સાધક બની રહ્યા હતા. એના આનંદમાં સાગર પણ હિલેાળે ચઢયા. પવન દીક્ષા સ્થળની ચાપાસ ઘૂમવા માંડયે, દીપ શાખાએ ધ્રુજવા માંડી. પણ વિધિ અકબધ જળવાઇ. ત્રિભુવનમાંથી આ હવે રામવિજયજી બન્યા. પૂ. મ'ગળવિજયજી મ. એ કહ્યું, આ રામ વિજયના જીવનમાં અનેક ઝંઝાવતા આવશે પણ આ દ્વીપશિખાની જેમ એ છેલી પળ સુધી સતેજ રહેશે. ‘આ આગાહી ઝીલવા પૂ. સુ. શ્રી રામવિજયજી મ. સક્ષમ હતા. પૂ. મુનિશ્રી રામવિજયજી પૂ. મુનિરાજ શ્રી પ્રેમ વિજયજી મ. ના પ્રથમ શિષ્ય તરીકે અભ્યાસમાં લીન બન્યા. અને બે ત્રણ વરસમાં તે એમની તેજસ્વિતા સૂર્યસમી બની પૂ. ઉ. શ્રી વીર વિજયજી મ. નું અનુશાસન, પૂ. ૫. શ્રી દાન વિજયજી મ. ની મહાન વિદ્વત્તા અને પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. ની અપૂર્વ કેળવણી એ આ પ્રતિભાને મહાપ્રતિભા બનાવી અને એક અપૂર્વ ઇતિહાસ જૈન શાસનમાં રચાયે. . . ૧૭ મણ દૂધની ચા બનાવતી અમદાવાદી હોટેલમાં પૂ. મુ. શ્રી રામવિજયજીના ધારદાર ઉપદેશા પચી કાગડા ઉડવા માંડયા. અહિં‘સાની ઉપાસના પૂ. મુ. શ્રી રામવિજયજીએ લેાક વ્યાપી બનાવી અને ભદ્રકાળીમા એકડા વધ ખધ થયા. ગાંધીજીની નવજીવનમાં આવતી વાન હિ'સા પ્રકરણ અંગેની લેખમાળા અધવચ્ચે જ અટકી ગઈ. જનસેવામાં પ્રભુસેવા છે એવી વાર્તામા ભ્રમ તાડવામાં એમણે જિન આજ્ઞા આગળ ધરી અને સુધારકાને નિરુત્તર કર્યો,
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy