________________
આપણે ત્યાં સારા પ્રસંગોમાં મુહુર્ત સાચવી લેવાની પ્રથા છે. મુહુર્તની અમુક પળો સચવાઈ એટલે “આપણું કામ સફળ. આપણે આબાદ પાર ઉતરવાના” એટલું તે નિશ્ચિત. આજથી સાડા નવ દાયકા પૂર્વે સં. ૧૫૨ માં આવી જ કેઈ પળે સચવાઈ ગઈ હતી. એ પળની મહત્તા એવી હતી કે એને સાચવનારા દશમા દાયકા સુધી જીવન યાત્રાની વણથંભી ખેપ ખેવડાવાના હતા અને સૌકાઓ સુધી પોતાની જીવનયાત્રાની યશગાથા વહેતી રાખવાના હતા. દેહવાણ ગામમાં મા સમરથબહેનની કુખે ફાગણ વદ ધ ના દિવસે આ પળે સાચવીને પૃથ્વી પર પગ મૂકનાર એ મહામાનવ ત્રિભુવનના નામે ઓળખાયા. પિતા છોટાલાલની આશાના એકમાત્ર સ્તંભ એ જ હતા. સમયના પ્રવાહમાં વહેતું જીવન અણધાર્યા વળાંકે પણ લાવે છે. વિશ્વને આવી અણુમેલ ભેટ આપનાર એ માતા પિતા ટૂંક સમયમાં જ સ્વર્ગે સંચર્યા. વિશ્વના પિતા બનનારાની પણ આ પરીક્ષા હતી ને ? દાદીમાં રતનબાના અંતરના આધાર તરીકે એમનું શૈશવ ધર્મ સંસ્કારને ઝીલવામાં વીત્યું. દાદીમા એમને ઉપાશ્રય અને જિનાલયમાં લઈ જતાં. બને સ્થળે ધર્મની સાચી સમજ આપતા. પાંચ છ વરસની ઉંમરે - - - - - - - - - - - - સર્વમુખી પ્રતિભાના સ્વામી |
મહા જૈનાચાર્ય શ્રીજીની જીવનયાત્રા
–પૂ. મુનિરાજ શ્રી પ્રશમરતિ વિજયજી મહારાજ છે કાજ હજ હા હા હા હા હું તે એ મહાપુરૂષ ધર્મક્રિયાના સારા અભ્યાસી બન્યા. શિક્ષણ માટે નિશાળે જઈને પાછા ફરતા ત્યારે દાદીમા ખોળે બેસાડીને એમને રમાડતા રમાડતા શાળામાં શું ભણી આવ્યો ? એ પૂછતા અને સતેજ સ્મરણ શક્તિથી તેઓ અક્ષરે અક્ષર સંભળાવી દેતા. બેટી વાત લાગે ત્યારે દાદીમા પ્રેમથી સુધારવા અને સાચી વાત સમજાવતા. નવ વરસની હૅમરે તે તેઓ પંચ પ્રતિક્રમણ, નવસમરણ, ચાર પ્રકરણ, ભા કર્મગ્રંથ સાથે તત્વજ્ઞાનના અનેક પાઠ ભણું ચુક્યા હતા. સમકિતના સડસઠ બેલની સજઝાય પરની પરીક્ષામાં એમણે ઉત્તમ પરિણામ મેળવ્યા હતા.
એક દિવસ એ ગુમ થયા. ખબર ન પડી કે ક્યાં ગયા છે. કાકા તારાચંદભાઈએ તત્કાળ તપાસ આદરી તે આ ભાગ્યશાળી મહારાજ સાહેબ પાસે દીક્ષા લેવા દેડી ગયા હતા. ત્યાંથી પાછા લઈ આવ્યા અને એ દિવસથી આ બાળક પર ચાંપતી નજર રાખવાનું શરૂ થયું, પણ આ તે સુરજનું તેજ હતું. ગમે તેટલા ધુમ્મસના થરો એના તેજને ઢાંકી ન શકે. ઘણી મથામણામાંથી પસાર થઈને આ મહાપુરૂષ ફરીથી ભાગી છૂટયા. આ વખતે એમની ઉંમર સત્તર વરસની હતી. પૂ. મુનિરાજ શ્રી પ્રેમ વિજયજી