________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૪૧૫
રાધનપુરમાં સં. ૧૯૯૧ ની સાલમાં પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે પન્યાસશ્રીને ઉપાધ્યાય પદ અપાયું આટલી પ્રવૃત્તિ અને આટલી જવાબદારી વચ્ચે પણ આ મહાપુરૂષ સાધુઓને ૭ થી ૮ કલાક આગમની વાચના આપતાં. અને પોતાની તેજસ્વિતાના અંશે પેદા કરતા. સં. ૧૯૯૨ માં એમના આચાર્ય પદ પ્રદાનને માસિક મહોત્સવ મુંબઈ માધવબાગમાં મંડાયો. વૈશાખ સુદ છઠના દિવસે ઉપાધ્યાયજી શ્રી, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા” તરીકે ઓળખાયા. એમની શાસ્ત્ર ચુસ્તતાથી આકર્ષાઈને અનેક શાસ્ત્ર પ્રેમીઓ એમની પાસે ભકિતથી આવતા જેમ જેમ સમય ગયે તેમ તેમ વર્તુળ મેટું થતું ગયું. અને પરિણામે પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી... સત્ય અને સિદધાતના પક્ષે જ હોય..આ વાત લોક હૃદયમાં કાયમ માટે સ્થિર થઈ ગઈ. એમની નિશ્રામાં પાલીતાણ. શંખેશ્વર, ગિરનાર ના અનેક છરી પાલિત સંઘ નીકળ્યા હતા. સેંકડોની સંખ્યામાં પરમાત્માની અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ એમની નિશ્રામાં થતી. એમની નિશ્રામાં ઉપધાન કરવાનું પણ જાણે લહાવો હતે. એમના પ્રવેશના સામૈયાઓ જેવા હજારો લેકે ઘેલા બનતા. એમના કરૂણામય ઉપદેશથી પ્રતિવર્ષ લાખો રૂપિયા જીવદયા ખાતે વપરાતા. એમના પરમેશ્ય પુણ્યનો આવો પ્રભાવ હ. પૂ. આ. શ્રી સિદિધસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા આદિ તરફથી તિથિ અંગેની સત્ય વાતને જાહેરમાં મૂકવાનો મહાન્ યશ પણ આ મહાન આચાર્યને ફાળે જાય છે. એમના ઉપદેશથી હસ્તગિરિ, પાવાપુરી જેવા તીર્થના ઉદધાર થયા.
પાદ વિહાર દ્વારા વિચારીને એમણે ગુજરાત, મારવાડ, મેવાડ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ વિ. ના અનેકાનેક આત્માઓને ઉધાર કર્યો. એમના પિતાના જ ૧૧૭ શિખ્યા હતા. કુલ ૨૫૦ થી વધુ શિષ્ય પ્રશિષ્ય પરિવાર ના સાર્થવાહ એવા આ મહાન આચાર્યશ્રીએ છેલ્લા વીસ વરસથી જેન શાસનના અગ્રસ્થાને બિરાજીને સકેલ શ્રી સંઘને સાચું માર્ગદર્શન આપ્યું હતું. શ્રમણ સંમેલન અંગે પૂજ્યશ્રીજીની વાતે આજે આપણે સાચી પડતી જોઈ શકીએ છીએ.
આ મહાપુરૂષના જીવનમાં દેવાંશી તત્વ હતું. એમની આંખમાં કરૂણાનું અમૃત હતું તે શાસ્ત્રરક્ષા માટેની અચલતાનું નિષ્કપ તેજ પણ હતું. એમના પ્રવચનમાં આત્માના ઉદ્ધારની વાત સાથે આજના કહેવાતા. બૌદિધકે તરફ અનુકંપાની વાતે પણ આવતી. “સવિજીવ કરૂં શાસન રસી' જેવી ભાવના એમના અંતરમાં અવિરત રમતી, પરમાત્માની આજ્ઞા બધા સમજે અને એ સમજને જીવનમાં ઉતારી આત્માનો ઉદ્ધાર સાધે એવું તેઓશ્રી ઈચ્છતા. પિતના ઉપાસકે આવે કે વિરોધીઓ આવે, બંનેની વાત તેઓશ્રીજી એક સરખી સમતાથી સાંભળતા. જે વસૂલ્ય એમણે ઉપાસકને આપ્યું