________________
૩૦ : શ્રી જેનું શાસન (અઠવાડિક) તા. ૧૩-૮–૯૧ શાસન વિચારો આચાર ફેરવી રહ્યા છે તે ખરેખર શાસન માગને દૂષિત બનાવી રહ્યા છે.
માઈકમાં બેલવું કે વહીલ ચેરમાં બેસવું તે સંયમને તિલાંજલિ દેવા જેવું છે. ડળીની તકલીફ માણસની તકલીફ વિ. બેલી ને રેકડી વિ. વાપરવા તે માત્ર સંયમ પ્રત્યેની અરુચિનું પ્રતિક છે તે જ રીતે ઘણા માણસો હોય, ગળું દુખતું હોય, લેકો સાંભળી શકતા ન હોય તે માઈક વાપરવું પડે વિ. વિચારો ચલાવનારા માત્ર પોતાની મહત્તાને સ્થાપવાને માયાવી દંભ કરે છે પરંતુ તેની પાછળના કરૂણાના હિતના અને જીવમાત્રના શ્રેયની ભાવના ત્યાં સૂકાઈ ગઈ હોય છે. તેવા માર્ગની તે ઉપેક્ષા કરે છે.
શાસન પક્ષમાં આ બે દૂષણને કયાંય સ્થાન ન હતું અને તેથી તે દૂષણથી દૂર દૂર રહેનારા પણ સંમેલનની સુંવાળી પાંખ ઉપર બેસી એકતા ઉપકાર શાંતિ અને વિશાળતાના બહાના નીચે શાસન પક્ષ (માત્ર કહેવાતા બે તિથિ પહાને છોડી અને કહેવાતા એક તિથિ પણ માં જનારાઓએ ત્યાં જઈને શું સાચું ? આ પોતાના વડિલોની આજ્ઞા અને પરંપરા મુજબના આચારને અપનાવી શકયા કે ઉંચકીને ફેંકી દીધા? તેમણે આ આચાર ત્યાં ફેલાવ્યું કે ત્યાં કેટલાક સ્વછંદી અને સુધારકોએ ઉપકાર આદિને નામે ચલાવેલા અનાચારને ચેપ તેમણે લીધે ? '
તાજેતરમાં જ મને વિહારમાં કલિકુંડ તીર્થના સ્થાપક અને નંદાસણુતીર્થને ઉભું કરવાના પ્રયત્નમાં રહેલા પૂ. આ. શ્રી વિજયરાજેદ્રસૂરીશ્વરજી મહારાજ મને વિહારમાં વહીલ ચેરમાં બેઠેલા મલ્યા. પ્રથમ તે મને લાગ્યું તે હોય જ નહીં પરંતુ ખાત્રી થઈ ત્યારે ઘણું દુઃખ થયું? શું ડાળી નથી મળતી અને ન જ મળે તે વિહાર કરવાની શકિત ન હોય તે વિહાર ન કરે પરંતુ વહીલ ચેરમાં બેસવાની આવી કુહિંમત કેમ કરી? તે અમારા જ પક્ષ સમુદાયના જ હતા. તેમના ગુરૂદેવે જ મને આચાર્ય પદવી આપી છે. મને થયું કે સંમેલનની પાંખે ગુરૂ, પક્ષ, સિદ્ધાંત છેડીને એક તિથિ પક્ષમાં ગયેલા તેમણે શું સાધ્યું તેમને આ શું ચેપ લાગે?
આ રોપ જે આગળ ચાલશે તે શાસનને બીડી બાકસ જેવું જ બનાવવાનું થશે? અને તે હિલનાનું ઘર પા૫ આપણે માથે આવશે.
વળી બેંગલોરમાં રૂબરૂ જઈ આવેલા ભાઈએ વાત કરી કે પૂ. આ. શ્રી વિજય ભુવન ભાનુસૂરીશ્વરજી મહારાજા અને પૂ. શ્રી વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહાહાજા માઈકમાં બેલવાની ના પાડતા હતા છતાં યુવા ઉદ્ધારક અને બીજા પણ તીર્થના ઉદ્ધારક એવા બીરૂદને વરેલા આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી એ માઈકમાં બોલવાનો આગ્રહ રાખ્યો અને બોલ્યા પણ ખરા. અને ત્યાં સુધી પૂર્વોક્ત બંને આચાર્યો સભામાં ન આવ્યા