________________
તા. ૮-૧૦-૯૧ : વર્ષ ૪ અંક ૯:
': ૩૩૭.
જૈનાચાર વિરુદ્ધ વર્તન અને પ્રપણું શા માટે? આજે જૈનાચારમાં નબળા પડેલા જૈનાચાર વિરુદ્ધ બેલે અગર તેની વિરુદ્ધ પ્રરૂપણા કરે તે ઘણું શરમજનક ગણાય. સાધુની નબળાઈઓ હાથમાં આવે તે છાપામાં કે જાહેરમાં બેલવું લખવું તે વિનયને અભાવ સૂચવે છે. “ગુણ સ્તુતિ અવગુણ ઢાંકવાની, અશાતનતી હાણ એ સૂકત દ્વારા મહાપુરુષે માત પિતાદિ વડિલ અને ગુરુ આદિ પૂજયેના વિનયમાં ગુણની સ્તુતિ કરવી અને અવગુણ ઢાંકવા તે વિનય ગણાવ્યા છે.
માતા પિતાની ખામી પુત્રે છાપે ચડાવતા નથી તેમ ગુરુ આદિની ખામી પણ છાપરે ચડાવવાની ન હોય પરંતુ આજે ધર્મની શ્રદ્ધા અને વિનયની ખામી પડી ગઈ છે. ભવનો ભય દૂર થયેલ છે. આત્માની ચિંતા ઓસરી ગઈ છે તેને કારણે કોઈ સંઘમાં કંઈ બને તે તરત સંઘના હિતેચ્છુઓ () ના ઢગલા બહાર પડી જાય છે. સાધુની નિંદા દીક્ષા ઉપર પ્રતિબંધ વિ. લખવા બેલવા માંડે છે અને એવા જ સંઘના આગેવાને કે કાર્યકરો કે યુવાને તેમાં રસ લઈ જાહેરમાં મુકવા પ્રયત્ન કરે છે. જયારે અધ્યયન, આરાધના, વિધિ, મર્યાદા કે સમાચારી કે આચરણની વાતમાં તદ્દન ઉપેક્ષા કરતા હોય છે. આવામાં તે બિચારા આરાધનાથી વંચિત રહે છે અને જેન ધર્મને ઉહાહ-લઘુના કરવા દ્વારા ભારે કર્મ બાંધી દુલભ બધી બની જાય છે. ઉપદેશ સપ્તતિકામાં કહ્યું છે કે
हवंति. जे सुत्तविरुद्धभासगा न ते वरं सुट्ठवि कठ्ठकारगा ।
सच्छंदचारी समए परूविया तइंसणिच्छावि अईव पाविया ॥ જે સૂવ વિરૂદ્ધ બેસે છે તે શ્રેષ્ઠ તપ સંયમ પાળતા હોય તે પણ સ્વછંદાચારી કહ્યા છે. તેમના કશન કરવાની ઈચ્છા એ પણ મહાપાપ છે.
સારું આચરણ કરનારા પણ સૂત્ર વિરૂદ્ધ બેલે તે તેના દર્શનની ઈરછા પણ પામે છે તે સ્વચ્છ બની વર્તનારા સૂત્ર વિરૂદ્ધ બોલનારાની કયાં વાત કરવી ?
આજે શ્રમણ સંઘમાં, માઈક, લાઈટ, સંડાસ, બાથરૂમ, ઈલેકટ્રોનીક સાધને તેવી પેને, કેલકયુલેટર, ઘડિયાલે, વીલ ચેર, માણસ માટે કે બીજા કામ માટે પૈસા રાખવા, ભકત પાસેથી લેટેસ્ટ સાધને મેળવવા તેની મહત્તા આંકવી આ બધું સ્વછંદચારીપણામાં જાય છે. આજે આ વિષયમાં છડેચેક જે વર્તન કરી રહ્યા છે તેઓ જ જૈન શાસનમાં જે અનીચ્છનીય બનાવ બની રહ્યા છે તેના મૂળમાં છે. આ વાત તે તે વડિલે કે જવાબદારે નહીં સમજે તે સાધુની અને સંઘની લઘુતાની સીમા નહી રહે.
મુંબઈ સમાચાર તા. ૩-૯-૯૧ ના અગ્રલેખમાં તેના તંત્રી શ્રી જેહાન દારૂવાલાએ