________________
લેખ શ્રેણી-લેખાંક ૩જો
શ્રમણ સંઘમાં શાસ્ત્રો આદિ અધ્યયનમાં
- જાગૃતિની જરૂર
- જૈનાચાર વિરુદ્ધ વર્તન અને પ્રપણે કરવી તે માગીગાનું લક્ષણ
સુધરે તે લઘુતાથી જૈન સંઘ બચે..
શ્રમણને ઉમા દેરનારાની ઉપેક્ષા કરવી અને પછી ટીકા નિંદા
કરવી તે કયા પ્રકારને વિનય?
વર્તમાન કાળમાં છે. મૂ. તપગચ્છના સાધુ સાદેવીએ પાંચેક હજારની સંખ્યામાં હશે? તેમાં પણ છેટલા વર્ષોમાં ઠીક ઠીક યુવાન કહેવાય, આધુનિક શિક્ષણ લીધેલા કહેવાય, સંપત્તિવાળા કહેવાય તેવા ઘણુ સાધુ સાધ્વીજી થયા છે. આ સાધુ સાધ્વીજીએની ગ્રહણ આસેવન શિક્ષા એ પ્રથમ જરૂરીઆત છે. તેમના પશમ મુજબ પંચ પ્રતિક્રમણ પ્રકરણ ભાગ્ય કર્મગ્રન્થ સંસ્કૃત પ્રાકૃત વિગેરેને અભ્યાસ વડિલે ગોઠવીને તે રીતે વ્યવસ્થા થાય તેમ યોજના કરવાની હોય.
વહેવારમાં ભણવા દૂર દૂર જાય છે અને મોટા ખર્ચા પણ કરે છે. ૫–૧૦–૧૫ વર્ષના ભણતર પછી ધંધાદિમાં લાગે છે તે સંયમી બનેલાને તે રીતે અધ્યયનમાં ૫-૧૦-૧૫ વર્ષ જે જોડી દેવામાં આવે અને ત્યાં સુધી બાહ્ય પ્રવૃત્તિ પ્રવચન, કાર્યક્રમ કે પરિચયથી દૂર રખાય તે આજે વિદ્વાન અને વકતા ગણાતા કે અભ્યાસી ગણાતાએની પણ શાસ્ત્ર બોધ પઠન પાઠનમાં જે દરિદ્રતા દેખાય છે તે ન દેખાય.
જ્ઞાન દ્રવ્યથી ઠેર ઠેર પંડિતે હોય છે, પણ જરૂર મુજબ વિવિધ ક્ષેત્રોમાં ચોમાસામાં પંડિતે રાખી આપે છે. અને જ્યાં વધુ અભ્યાસી વિદ્વાન પંડિતે હોય ત્યાં પણ ગૃપ તૈયાર કરીને મોકલવા જોઈએ તે પૂર્વે પણ વડિલ કે ગુરુ આદિ જે સારા અભ્યાસી હોય તેમની પાસેનું જ્ઞાન આપવું જોઈએ. મંદ ઉત્સાહ કે મંદ મતિવાળા હોય તે પ્રેરણા ઉત્સાહ આપવા જોઈએ અને તેવા દષ્ટાંતથી ઉત્સાહિત કરતાં ભાવિમાં ભૂતકાળમાં પાકેલા સમર્થ પુરુષની જેમ આજના મહાત્માઓમાં પણ દર્શન થઈ શકે.