________________
૩૩૮ :.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
જિન ધર્મ પ્રત્યેના ઊંચા આદર સાથે “મહાન જેન ધર્મના કેટલાક માટીપગા સાધુઓ.’ એ હેડીંગ નીચે કહેવાતા નેને પણ ઝાંખા પાડે તેવી હિતકારી વિગત લખી છે. - તેમને મળેલી માહિતી જાહેરમાં મુકવી તેમને યોગ્ય નથી લાગી તે સાથે જે ખામી છે તે માટે અકળાઈને એવા માર્ગે આચરાઈ જાય તે ખરેખર ધર્મને હાની થાય તે માટે તેઓ લખે છે કે
આમ છતાં તેની સાથે સાથે સેંકડે સન્યાસીએ તપસ્વીઓ જૈન સમાજમાં અસ્તિત્વમાં છે. જે આ દુનિયામાં હોવા છતાં પંકજની પેઠે જગતની મોહમાયાથી અલિપ્ત છે અને તેઓ મહાન શકિતઓ સાથે સંબંધ ધરાવે છે અને તેથી જ આપ પ્રત્યાઘાત એ ન હવે જોઈએ કે જેને કારણે આવી મહાન વિભૂતિઓની લેશમાત્ર માનહાની થાય,
છેલ્લે સરવાળે એક સમાજને એવા સાધુ સન્યાસીએ જ મળી રહે છે જેના માટે તે પૈગ્ય છે. જે આપણે સાધુ સન્યાસીએ પાસે દોરા ધાગા તાવીજ અને મંત્ર તંત્રના જપ કરાવવા જઈએ તેની કિંમત ચૂકવવા માટે લાખે રૂપિયા તેમના ચરણે ધરી થઈએ અને જ્યારે તે સાધુને તેની તપસ્યાને માર્ગથી ચલિત કરી લેગ વિલાસને માગે ખેંચી જઈએ તે તે ન્યાય નથી. આ સાધુઓમાં વિલાસે અને વાસનાઓ પેદા કરવા કે તે બહાર લાવવા માટે ખુદ સમાજ જ જવાબદાર છે.”
તંત્રીશ્રીની વાત ઉંડાણમાં ભરી છે. આવું બધું સંઘના જવાબદાર જાણતા હોય છે અને તેમ છતાં ઉપાય કરતા નથી અને જયારે ખામી ફુટી નીકળે છે ત્યારે ઉહાપોહ કરે છે. ખરેખર તે આરાધનામાં ઉજમાળ અને આચાર અને શાસ્ત્ર સાથે જીવન તરફ શ્રમણ સંઘ અને સમાજની દષ્ટિ જાય તે અનિષ્ટ ન થાય પરંતુ ઉપર કહ્યું તેમ જમાનાવાદ, પ્રચાર આદિને કારણે માઈક લાઈટ, સાધનો વિલચેર વિ. દ્વારા જાહેરમાં જ નીચે ઉતરેલા દ્વારા પછી ખાનગીમાં વધુ. નીચા ઉતરે તેમ બને છે. અકસ્માતની વાત જુદી છે. મુળ માગની ઉપેક્ષા ન થાય તે જરૂરી છે. બાકી સંજય વેરાએ ટાઈમ્સમાં ખામીવાળાઓના શબ્દો ટાંકીને જે રજુઆત કરી છે તે અવિનયના માર્ગની છે અને મુંબઈ સમાચારના તંત્રીની મર્યાદાથી ઉલટી છે તે ઉપેક્ષણીય છે. માટે ઉન્માર્ગે દોરનાશની ઉપેક્ષા કરવી અને પછીથી ટીકા નીંદા અને ધર્મના જ દ્રોહમાં ઉતરી પડવું, સિદ્ધાંતને જ અલાપ કરવો તે કયાને ન્યાય ? કઈ જાતને વિનય ગણાય?
શ્રી જયવંતા જેન શાસનની શાન આપણે જળવશું તો આપણી પણ શાન જળવાશે. આપણા વિચારે મરતબાનું મહત્વ આંકીશું તે શાસનનું મહત્વ વધશે નહિ અને આપણે પણ નાશીપાસ થઈ જશું. ૨૦૪૭ ભાદરવા સુદ ૧૫
-જિનેન્દ્રસિરિ ૪૫, દિવિજય પ્લેટ-જામનગર