SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ - પ. પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજીનો કાળધર્મ જૈન શાસનનો સિતારો ખરી પડ્યા જૈન શાસનના અડીખમ અણનમ યોદ્ધા હાલારીઓનાં ધર્મગુરૂ પ. પૂ. આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજીને કાળધર્મ ૯૬ વર્ષની ઉમરે (૭૯ વર્ષના દીક્ષા જીવન બાદ) જેનનગરી અમદાવાદ મધ્યે તા. ૯ ઓગસ્ટ ૧૯૯૧ના શુક્રવાર અષાઢ વદ ૧૪ ના થતાં સમગ્ર વિશ્વના જૈનોમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. આપણા હાલારના પાંચેય આચાર્યોના (. વ. કુંદકુંદસૂરી, પૂ. જીનેન્દ્રસૂરી, પૂ. લલિતશેખરસૂરી, પૂર્વ રાજશેખરસૂરી, પૂ. વીરશેખરસૂરી) તેઓ ગુરૂવર હતા. આપણા મોટાભાગના વેતાંબર સાધુ-સાદવીઓ તેમની જ આજ્ઞામાં હતા. અને તેમની જ આજ્ઞા પ્રમાણે સંવત્સરી તથા ધર્મ આદેશને આપણે માન્ય કરતા હતા. ૧૭ વર્ષની યુવાનવયે ઘરેથી ભાગીને દીક્ષા લીધી બાદ ઉચ્ચ શાસ્ત્રજ્ઞાન, વિશુધ સંયમ, શાસ્ત્રસિદ્ધાંત ચુસ્તતા દ્વારા જીવન જીવીને અનેકને વિતસંગના માર્ગે વાળી દીક્ષિત કર્યા તેઓએ સૌથી વધુ સાધુ-સાધ્વીઓને વિશાળ સમૂદાય દ્વારા અનેરી શાસન પ્રભાવના કરી. ચારિત્ર આચરણમાં જાગૃતિ, જમાનાવાદના પ્રવાહથી દૂર રહી જેનશા પના સિતારારૂપે ઝળહળી ઉઠયા. ધર્મમાં સમયાનુસાર ફેરફાર, બાળરીક્ષાને વિરોધ વગેરે બાબતમાં તેઓ મકકમપણે શાસ્ત્રીય સિદ્ધાંતને વળગી રહ્યા. સમયને એટલે કે કાળને જીતવા માટે જ ધર્મ છે પછી તે ધર્મમાં સમયાનુસાર ફેરફાર? અને એટલે જ આ કાળધર્મ પામેલા વીરસેનાધિપતિ વિશે આપણે અહ૫જ્ઞાની છે શું લખી કે જાણી શકવાના? સંસાર અને ભૌતિક જીવનમાં વ્યસ્ત આપણા જેવા અ૫ શ્રદ્ધાવાને ધર્મ વિશે મોટા ભાષણે કે જ્ઞાન કયાંથી આપી શકવાના? તેના માટે તે મરજીવા બનવું પડે. કાળના ધમને જાણો, જીત, આચરવા પડે, પછી જ તેની કિમત કે જ્ઞાન સમજાય. કૌઆ કયા જાને હીરક મોલ જેમ કાગડે મોઢામાં ઘણીવાર પિતાના મોઢામાં હીરા લઈ ચુક હશે, કે કેલસાને વેપારી, કે બાળકના હાથમાં હીરા મોતી મૂકી દઈએ તે એવી કિંમત કેમ સમજાય! આમ અનેક મતમાં આવા અલપ જાણકાર, સંસારીએ તેમને કોર્ટમાં સુદ્ધા ઘસડી ગયા હતા. દર વખતે તેઓ વધુ શુદ્ધતાથી બહાર આવ્યાં જૈનશાસનને ઉજમાળ બના
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy