SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૭–૯-૯૧ : વર્ષ ૪ અંક ૭ : ૨૯૫ સ્વ. પૂ. આ. ભગવંતે મને વાત્સલ્યભાવે જણાવ્યું કે સૂર્યના પ્રકાશની સાથે ઉષ્ણતા ન હોય તે લેકે જીવી ન શકે વર્ષો ન આવે તેમ સિદ્ધાંત સૂર્ય જેવા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળ માટે સિદ્ધ થયેલી વસ્તુ. તેમાં કડક વાતે આપણું હિતની છે. તેમાં બાંધ છોડ કરી શકાય નહિ શ્રી જિનેશ્વરદેવના શાસનના સિદ્ધાંતે ત્રણે કાળ વિશ્વના સર્વ જીવોનું હિત કરનાશ છે તે સિદ્ધાંતને લુંટવાની કઈ વાત કરે, તેમાં ઘાલમેલ કરવાની વાત કરે તે તેવાની સામે હૈયાના હેત સાથેની ગરમી સાચા સુખની વર્ષ લાવવા માટે છે. તેવી રીતે ચન્દ્રમાંનું કલંક તે બહુ સારું છે. મા-દિકરાને કાળું ટપકું તે માટે કરે છે. છોકરે મરી ન જાય તેમ સિદ્ધાંત રક્ષાની વાત કરતા હોય ત્યારે કેઈ આપણને ઝઘડાખર કહે એ કાળાટપકા જેવી વાત છે. જેનાથી ભવસમુદ્રમાં ડૂબી ન મરીએ. ચંદ્ર પ્રભુને ચંદ્રની ઉપમાં આપી છે. પરમાત્માનું શાસન તેના શાસ્ત્ર અને સિધ્ધાંતે જેવા છે તેવા પ્રકાશવાની શકિત હું ભભવ પ્રભુ પાસે માંગું છું. લેક સંજ્ઞા અને લેકટેરીમાં તણાનારા કદી પણ જગતને સાચી વાત સમજાવી શકે નહિ. મેં પૂજ્યશ્રીને બીજા પ્રશ્ન કરેલ કે, આપ શ્રી શૈડી બાંધ છોડ કરે તે સૌના વડીલ બની શકે તેમ છે. જેન શાસનની મોટી પ્રભાવના થશે. - પૂજ્યશ્રીએ જણાવેલ કે સિદ્ધાંતની બાંધ છોડ કરીને મેળવેલા માન-પાન હોળીના રાજા જેવા છે. જગતના માન પાનમાં મુઝાઈ જવા દિક્ષા લીધી નથી. માન-પાન દુર્ગતિમાં લઈ જનાર છે. માતા-પિતા-નેહી સ્વજન બધાને છોડી–રડતી આંખે મૂકી આ દીક્ષા લીધી છે તે સંસાર સાગર તરી જવા માટે લીધી છે. જે આવા માન-પાનમાં સપડાઈ જઈએ ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય. શાસ્ત્રને સામે રાખી બધું સમાધાન કરવા હું ગમે ત્યારે તૈયાર છું. શાસ્ત્ર એ ચહ્યું છે. સિદ્ધાંતની ખાતર જે કઈ મને ઝઘડાર કહે છે તેવા ઝઘડાખર બનવા હું ભભવ તૈયાર છું. સત્યની આખી દુનિયા ભેગી થઈને નહિ મચડી શકે. પરમાત્મા પાસે મારી એ જ માંગણી છે કે શરીરની મમતાના બદલે તારા સિદ્ધાંતની રક્ષાની ભાવના સંજ્ઞા રૂપે બની જાવ. આ નિસ્પૃહી આચાર્ય ભગવાનના ગુણ જોવાના બદલે તેને કેઈ ચન્દ્રમાના કલંક રૂપે કહે ત્યારે કહેવું પડે છે આંબાને મોર આવે છે ત્યારે કાગડાને ચાંચ પાકે છે જ્યાં મીઠા ટહુકારા કરવાના હોય છે ત્યાં કાગડે કા કા કરે છે. આવા સિધ્ધાંત રક્ષાકને પુર્યોદય અનેકને ધર્મ પમાડવા સહાયક હોય છે લેતું ડુબાડે પણ-સ્ટીમરની અંદર રહેલું લેતું તાર્યા વગર રહેતું નથી. તેમ પુણ્ય હેય તત્વ છે. પરંતુ ગુણીજનને પુણ્યદય પણ ગુણરૂપે કહેવાય છે. જેમ ભગવાનના અતિશયે. સહુ કે ભાગ્યશાળી સિદ્ધાંતને સમજી સાચા સુખને પામે. કાંકરી ઘડાને તેઓ પણ ખરી અને સાંધે પણ ખરી જે ઉપગ વંત છવ હોય તેવું થાય.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy