________________
શ્રી જૈનશાસનના તિધર મહાન જૈનાચાર્યના
પ્રેરક પ્રસંગે પ્રવચનકાર -પ.પૂ.આ.દે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આ. કે. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને શ્રદ્ધાંજલિ પ્રસંગે વર્ધમાનનગર ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન પ. પૂ. આ. દે. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્યરત્ન પૂ. આ.દે. શ્રી પૂ. પ્રભાકર સ. મ. સા. મંગળવારના કરેલ ગુણાનુવાદના અનુમોદનીય પ્રસંગે.
પૂજ્ય શ્રી વિરલ વિભૂતિ હતા તેમનું વ્યક્તિત્વ વિરાટ હતું. આ મહાપુરૂષના આત્માના પ્રત્યેક પ્રદેશે–મેળવવા જે મેક્ષ, છોડવા જે સંસાર, અને લેવા જેવું સંયમ લખાઈ હતું. ૭૦ વર્ષ સુધી પ્રવચનની વર્ષો દ્વારા ગામનગર અને શહેરના જેને શ્રી જિનશાસનની સાચી ઓળખાણ કરાવી છે તેમની દિવ્ય વાણી સાંભળીને ડિકટરે–વકિલે–એજીનીયરે એ તકલાદી ડીગ્રીઓને ફગાવી દઈને પરમાત્મા મહાવીરદેવે બતાવેલા સંયમ માગે પ્રયાણ કરી જીવન ધન્ય બનાવ્યા છે. તેમણે શ્રાવક શ્રાવિકાઓને યાર કરવા જવું પડયું નથી પણ તેમના પ્રવચન પ્રભાવથી સુંદર સમજણ ધરાવત આરાધક વર્ગ સ્વયંભુ તૈયાર થઈ ગયો છે. તેમને કદી કઈને કહ્યું નથી તું આટલા પૈસા અહીં ખર્ચ કર તુ દીક્ષા લે પણ તેમના ઉપદેશ દ્વારા એવી સચોટ અસર થતી કે કોડે રૂપિયા પાણીની જેમ શાસનની પ્રભાવનામાં સદ્દવ્યય થશે. દીક્ષા લેનારા પણ કહેતા ગુરૂ તે પૂજ્ય આ. કે. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીને જ બનાવવા છે પૂજ્યશ્રીની ચિત્ત પ્રસન્નતા અદ્દભુત હતી. ગમે તેવા પ્રસંગે બન્યા હોય પણ મુખ ઉપર તેજ સૌમ્યતા છવાયેલી રહેતી તેમના પ્રવચનો સાંભળીને તૈયાર થઈ ગયેલો પુણ્યવાન આત્મા એવો મજબૂત બનતે કે તે કેઈની વાતમાં કદી ભેળવાય નહિ. પૂર્વભવની અંદર કેઈ સુંદર આરાધનાના પ્રભાવે બાલ્યવયથી જ અસાધારણ કવિની સમજ પામ્યા હતા. ગમે તેવા અટપટા અને સભામાં કયાંયથી ઉઠે કે તુરત જ આખી સભાને સ્પર્શી જાય અને મનમાં થઈ જાય કે જવાબ તે આને જ કહેવાય તેવું સમાધાન આપતા.
શ્રી જિનશાસનના શાસ્ત્રસિદધાંત અને સત્ય બાબતમાં મેરુ પર્વત જેવા અડગ હતા કેઈની પણ નીંદા કદી કરતા નહિ. માન અપમાનમાં તેમનું લેવલ સમાન રહેતું સિદ્ધાંતની વાત ૨જૂ થતી હોય અને તેને કેઈ નિંદામાં ખતવતું હોય તે તે ભૂષણ નથી પણ મહાદુષણ છે. આવું સકળ સંઘને સદાય સમજાવતા.
પૂજ્યશ્રીને મેં એકવાર પૂછયું આપશ્રીની સિદ્ધાંતની વાત તે બહુ સુંદર છે. સૂર્ય સમ તેજસ્વી છે. ચન્દ્રજેવી ઉજજવળ પ્રભા જેવી છે. પરંતુ સૂર્યમાં પ્રકાશની સાથે ઉણુતા છે. અને ચન્દ્રમાં એક કાળું ટપકું છે.