________________
- - - - - - - - - - -
ગુરૂજી અમને અંતરના આશીર્વાદ આપના આર્તનાદ વચ્ચે સાબરમતી ખાતે આચાર્ય શ્રીમદ્ વિજય
રામચંદ્રસુરીશ્વરજીના અંતિમ સંસ્કાર હાજરૂ-અ - - - - - - -
ગઈ કાલે કાળધર્મ પામેલા ૯૬ વર્ષની વયના વીરશાસનના અણનમ સેનાની પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના પાર્થિવ દેહને “જય જય નંદા જય જય ભદાના ગગનભેદી સૂત્રે વચ્ચે આજે સાંજે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા ત્યારે જૈન જૈનેતરની હજારોની મેદનીએ શોકમગ્ન બનીને “ગુરુજી અંતરના અમને આશીર્વાદ આપો'ના આર્તનાદથી વાતાવરણ ગજવી મૂક્યું હતું.
પાલડી, પરિમલ ક્રોસીંગ પાસેના દર્શન બંગલામાં ટુંકી માંદગી બાદ ગઈ કાલે સવારે ૧૦ વાગે કાળધર્મ પામેલા શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પાર્થિવ દેહને દશનાથે રાખવામાં આવ્યું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય સ્થળોએથી હજાર જેન જૈનેતર ભાઈઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને મહારાજ સાહેબના પાર્થિવ દેહનાં દર્શન કરીને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી. અગ્નિસંસ્કાર માટે ૧ કરોડ ૧૧ લાખની ઉછામણ; શહેરમાં સાત કલાક ફરેલી અંતિમયાત્રા લાખે ભાવુકેએ કરેલા દર્શન
ગુલાલથી છવાઇ ગયેલ માર્ગે
આજે સવારે “દર્શન બંગલામાં ઉછામણી થઈ હતી જેમાં વરસીદાનની ઉછામણી રૂ. ૩૩ લાખમાં ચાર ધૂપદાનીની ઉછામણી દરેકના બે લાખમાં, પાલખીની ચાર કાંધ આપવાની ઉછામણી ૨૦ લાખમાં, પાલખીમાં બેસાડવાના ૭ લાખ અને ગુરૂપૂજન માટે ૯ લાખમાં ઉછામણી થઈ હતી. અગ્નિસંસ્કાર માટે રૂ. ૧૨ લાખ ઉછામણ થઈ હતી. પરંતુ અગ્નિસંસ્કાર કરવાના સ્થળે ઉછામણ થતાં ૧ કરોડ ૧૧૧, અગ્નિદાહ કરવાની ઉછામણી અમદાવાદના શ્રી જયંતીલાલ આત્મારામ અને શ્રી અરવિંદભાઈ કલ્યાણભાઈ રાવ બોલ્યા હતા.
આમ ઉછામણીની વિધિ પૂરી થતાં અંતિમયાત્રા શરૂ થઈ હતી જે મહાલક્ષમી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તા, વા. સા. હેપિટલ, ટાઉનહોલ, પ્રેમાભાઈ હેલ, ત્રણ દરવાજા, પાનકોરનાકા, મહાવીર સ્વામી દેરાસર, ટંકશાળ, જ્ઞાનમંદિર, ધનાસુથારની પળ, રીલીફ રેડ, ઘીકાંટા ચાર રસ્તા, દિલ્હી દરવાજા, શાહપુર પુલ પર થઈ ઉસ્માનપુરા, શાંતિનગર,