________________
૨૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક).
મહારાજશ્રી કાળધર્મ પામ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં શહેરના જૈન સમાજ સમુદાય ઉપરાંત ગુજરાતભરમાંથી ખાસ વાહને કરીને મહારાજશ્રીના અંતિમ દર્શન માટે શ્રાવક-શ્રાવિકાઓ આવી પહોંચ્યાં હતાં. સવારે ૧૦ વાગ્યે પરિમલ ગાર્ડનથી પાલડી સુધી વિસ્તાર ભકત સમુદાયથી ઉભરાઈ રહ્યો હતે. વિશાળ સંખ્યામાં ઉમટેલા જૈન સમુદાય વચ્ચે ભાજપના રાષ્ટ્રીય નેતા એલ.કે. અડવાણી આચાર્ય મહારાજના અંતિમ દર્શને ગયા હતા.
શ્રાવકના નવકાર મંત્રના પવિત્ર ઉચારણે સાથે આરંભાયેલી પાલખી બંગલામાંથી મહાલક્ષમી ચાર રસ્તા, પાલડી બસ્ટેન્ડ, વી. એસ. હેપિટલ, ટાઉનહોલ, એલિસ પુલ, પ્રેમાભાઈ હોલ પાસેથી પસાર થઈ ત્રણ દરવાજા ગાંધીરેડ, કાળુપુર ટંકશાળ, રીલીફરોડ, ઘીકાંટા ચાર રસ્તા, દિલહી દરવાજા, શાહપુર દરવાજા, ગાંધીપુલ, આશ્રમરોડ, વાડજ, ગાંધી આશ્રમ થઈ સાબરમતી પહોંચી હતી.
પાલખીના પચીસેક કિલોમીટરના રૂટ પર હજારોની સંખ્યામાં શ્રાવકે મહારાજશ્રીના અંતિમ દર્શન માટે ઉમટયા હતા..
પાલખી જે વિસ્તારોમાંથી પસાર થતી હતી તે વિસ્તારમાં લાગે માનવો ઉમટવાને કારણે તમામ વાહન વ્યવહાર આશરે કલાક સુધી ઠપ્પ થઈ જવા પામ્યું હતું. શહેરી બસ સવીસે પણ કેટલીક બસને ડાયવર્ઝન આપ્યું હતું. પોલીસ બંદોબસ્ત પણ સપ્તા જોવા મળ્યો હતે.
મહારાજશ્રીના કાળધર્મના સમાચાર સાથે ગઈકાલે બંધ થયેલાં બજારે આજે પણ અંતિમ સંસ્કાર નિમિત્તે બંધ રહેવા પામ્યા હતાં. મહારાજશ્રીનાં માનમાં અસંખ્ય શ્રાવકે દાન-ધર્મ કરી રહ્યા છે. આજે ગુજરાતભરના કતલખાના પણ બંધ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મહારાજશ્રીના અંતિમ સંસ્કાર માટે સાબરમતી વિસ્તારમાં આયંબિલ ભવન પાસે આવેલી ઉદ્યોગપતિ મફતલાલ ગગલદાસની ખુલ્લી જમીન અગાઉથી જ નકકી કરાઈ હતી. આ જગ્યા પર તેમનું કાયમી સ્મારક બનાવવામાં આવનાર છે.
એક હજાર જેટલા સાધુ-સાધ્વીઓના ગુરૂ એવા આચાર્ય મહારાજે અમદાવાદમાં બે માસ પહેલાં જ મુંબઈના હીરાના વેપારી અતુલ શાહને દીક્ષા આપી હતી. અતુલ શાહ તેમના ૧૭૭ મા શિષ્ય હતા.
(સમકાલીન)