________________
૨૭૮ છે.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) વાડજ, ગાંધી આશ્રમમાં રામનગર ચોક, સત્યનારાયણ સંસાયટી, પુખરાજ રાયચંદ આરાધના ભવન થઈને અસરો ટુડિયાની સામેના મેદાનમાં પહોંચી હતી. ( અંતિમ યાત્રાના સમગ્ર માર્ગ પર સાધુ સાધ્વીઓ, આબાલ વૃદ્ધો, સ્ત્રી-પુરૂષો વગેરે દર્શન માટે ઉભા રહ્યા હતા. મકાન પર પણ લોકે નજરે પડતા હતા. ગામ-પરગામથી આવેલા જેન જૈનેતર ભાઈઓ હજારોની સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા. બેન્ડવાજા સાથે નીકળેલી અંતિમયાત્રા જે માર્ગો પરથી પસાર થઈ તે માર્ગો અબીલ ગુલાલથી છવાઈ ગયા હતા. દશનાથીઓ પર અબીલ ગુલાલ નાખીને ભકિતભાવમાં લીન કરી દેવાયા હતા.
માર્ગમાં કેટલીક જગાએ પાલખી રેકીને આચાર્યદેવનાં દર્શનનો લાભ સાધુ સાવીઓએ લીધે હતે. "
લગભગ સાત કલાક પછી અંતિમયાત્રા સાબરમતી પહોંચી હતી. સાંજે ૬-૧૫ વાગે પાર્થિવદેહને સુખડની ચિત્તા પર મુકવામાં આવ્યું હતું અને રૂ. ૧ કરોડ ૧૧૧ની ઉછામણ બોલનાર શ્રી જયંતીભાઈ આત્મારામ અને શ્રી અરવિંદભાઈ રાવે ૬-૪૫ કલાકે જૈનમ જયતિ શાસનના સુત્ર અને અંતિમ વિદાયની બેન્ડની ધૂન વચ્ચે અગ્નિદાહ દીધું હતું.
ઈટેના મંચ પર સમાધિ અવસ્થામાં પાલખી ગોઠવવામાં આવી હતી. એક હજાર કિલે ચંદન-સુખડના લાકડાં, વીસ કીલે ઘી તથા અન્ય સુગંધિત સામગ્રી અને ધૂપ અગરબત્તી વગેરેને ઉપયોગ કરાય હતે.
આમ ગઈ કાલે અને આજે થયેલી ઉછામણી દરમ્યાન રૂા. બે કરોડ ઉપરાંતની રકમ એકત્ર થઈ હતી જેને ઉપયોગ શુભ અને ધાર્મિક કાર્યો માટે કરવામાં આવશે. જે સ્થળે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા તે સ્થળે કાયમી સ્મારક કરવાની વિચારણા ચાલી રહી છે.
" (સંદેશ) – નો સહકાર – પૂ. મુનિરાજ શ્રી અક્ષયવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી ધર્મભૂષણ વિ. મ. ની
પ્રેરણાથી ૪૦) રમેશચંદ્ર ગણેશમલજી
મુંબઈ-૪ ૪૦૦૧ સંઘવી મેટલ કેરપરેશન ૪૦૦° સેવંતીલાલ ચીમનલાલ શાહ
મુંબઈ–૩૪ ૪૦, માંગીલાલજી જવાનમલજી પરમાર
વલવણ (પુના) ૪૦૬ મિશ્રીમલજી ગણેશમલજી હીરા મેટલ
મુંબઈ-૪ ( જુઓ પેજ ૨૮૦ ઉપર)