________________
ગચ્છાધિપતિ આચાર્યશ્રી રામચંદ્રસુરિશ્વરજીના વિરાટ વ્યક્તિત્વની અભૂતપૂર્વ અંતિમ યાત્રા
લોકેની અંજલિ
જૈન શાસનના સુકાની અને ગચ્છાધિપતિ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની અંતિમયાત્રા આજે સવારે સાડા નવ વાગે પાલી-પરિમલ દેસીંગ નજીક આવેલા દર્શન' બંગલામાંથી “જય જય નંદા, જય જય ભદાના ગગનભેદી સૂરચાર સાથે અસંખ્ય યુવાને જૈન શ્રાવક શ્રાવિકાઓએ અશ્રુભીની આંખેથી અંતિમદર્શનને લાભ લઇને ધન્યતા અનુભવી હતી. સમગ્ર જૈન સમાજે ઘેરા શોકની લાગણી વચ્ચે આજે એલિસબ્રિજ-પાલડીની બધી જ સડકે ઊભરાવી દીધી હતી. આજે સવારે સાધુ ભગવંત અને અગ્રણી શ્રાવક શ્રાવિકાઓએ આચાર્ય ભગવંતના પાર્થિવ દેહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી ભારે હૈયે વિદાય આપી ત્યારે સવ. બકુભાઈ મણીભાઈના નિવાસસ્થાને લોક સમુદાય ઉમટયો હતો. જેન અગ્રણી શ્રેણીકભાઈ કસ્તુરભાઈ સહિત અમદાવાદ શહેરના ત્રણ જેટલાં જૈન દેરાસરના અગ્રણી મહાનુભાવો તેમજ યુવાન કાર્યકરોએ જય જય નંદા, જય જય ભટ્ટા'ના સુત્રોચ્ચારથી વાતાવરણ ગજવી મૂકીને અબીલ ગુલાલથી આકાશને ઢાંકી દીધું હતું.
- સાબરમતીના વિશાળ મેદાનમાં ભવ્ય સંસ્કાર વિધિ પાર્થિવ દેહ સ્વર્ગવાસી થાય ત્યારે સ્વર્ગમાં જીવ ઉત્પન્ન થાય છે અને તે સમયે ત્યાં રહેલા દેવતાએ પૂણ્યશાળી આમાના આગમનને વધાવીને જય જય નંદા એટલે સૌના માટે આનંદ કરનારા થાવ', જય જય ભદ્દા એટલે સૌનું કલ્યાણ કરનારા થાવ એવા ભાવવાહી સૂત્રોચ્ચારથી અત્રે શ્રાવક શ્રાવિકાઓ પણ પાર્થિવ દેહને હત્યાના ઉમળકાથી આનંદભેર ચીર વિદાય આપે છે. આજે પણ ગચ્છાધિપતિશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ને અમદાવાદ ખાતે સમગ્ર શહેરના બે લાખથી વધુ જૈન યુવક યુવતીઓ સહિત અબાલવૃધ્ધોએ શ્રદ્ધાંજલિ આપી અંતિમ યાત્રામાં જોડાઈને અંતિમદર્શનનો લાભ લીધે હતે.
આત્માએ કાળ કર્યા પછી સાધુપણાનું પૂર્વવિરામ આવે છે અને તે અંગેની ધાર્મિક વિધિ આજે સવારે પૂ. શ્રી રાજતિલકસૂરિજી મ. અને પૂશ્રી મહદય સરિજી મ. એ કરી હતી. શ્રાવકો દ્વારા મુંડન વિધિ અને સ્નાનવિધિ થઈ હતી. દીક્ષા અંગીકાર કરતી વખતે વસ્ત્રો ઉપર સીધા સાથીયા (સ્વસ્તિક) કરવામાં આવે છે. જ્યારે કાળધર્મ વખતે