________________
ચિંતનની ચિનગારી સહે. સાધે અને સહાયક બને તે સાધુ. જિનાજ્ઞાના પાલન વિના સાધુતા આવે નહિ, અને આવેલી સાધુતા ટકે નહિ. સાધુતાના યોગ અને ક્ષેમ માટે જિનાજ્ઞાનું અણિશુદ્ધ પાલન અનિવાર્ય છે.
જે સાધુ જિનાજ્ઞાને વફાદાર જીવન જીવતા હોય તેમનામાં સહેવાની, સાધવાની અને સહાયક બનવાની ત્રણ તાકાત અવશ્ય ઉત્પન્ન થાય.
અનકળતાઓ કે પ્રભનેની સામગ્રીની વચ્ચે રહીને પણ મોક્ષમાર્ગની સાધના જાણે ખૂબ આસાનીથી કરતા હોય.
પરિસહ અને ઉપસર્ગોને હસતે મુખે સહતા હોય.
સાધુજીવનના આ ત્રણ ગુણે શાસ્ત્રોમાં જુદે જુદે ઠેકાણે જણાવેલા છે. વિચાર કરતાં એમ લાગે કે આમાંના એક પણ ગુણના અભાવમાં સાધુતા ટકી શકે નહિ.
દરેક સાધુએ પિતાની સાધુતાને આ ગુણે દ્વારા કરવી જોઈએ. મનને સહવા માટે Rયાર બનાવવું જોઈએ. ગમે તેટલા માનપાનાદિની વચમાં પણ મહામાર્ગની સાધના નિરાબાધ રીતે ચલાવવી જોઈએ. અને અન્ય સાધુઓ પ્રત્યે ખૂબ જ વાત્સલ્ય કે બહુમાન વાળ બનીને સહાયક પણ બનવું જોઈએ.
-શ્રી પ્રિયમુકિત
શ્રદ્ધાંજલિ પ. પૂ. શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અમદાવાદ મુકામે અષાઢ વદ ૧૪ તા. –૮–૯૧ ને શુક્રવારના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. પ. પૂ. મહારાજશ્રીએ ૧૭ વર્ષની ઉંમરે સંસાર ત્યજીને દીક્ષા અંગીકાર કરી હતી. તેઓશ્રી મહાન વિદ્વાન અને ઉમદા વ્યાખ્યાનકાર હતા. તેઓશ્રીના ઘણા ગ્રંથ પ્રગટ થયેલ છે એમના પ્રવચનોના સંગ્રહે પણ પ્રગટ થયેલ છે. તેઓશ્રીના પ્રવચન સાંભળવા એ જીવનને એક મહાન લહાવો હતો. તેઓશ્રીની સિદ્ધાંત નિષ્ઠા ઘણી જ અદ્દભુત હતી. તેઓશ્રીની વાણીમાં નિર્ભિકતા હતી. જેને તેમજ અજેને મોટી સંખ્યામાં તેઓશ્રીના પ્રવચને ખૂબ જ શાંતિથી અને આદરથી સાંભળતા હતા. તેઓશ્રીના કાળધર્મ પામવાથી જૈન સમાજને મોટી ખોટ પડી છે. તેઓશ્રીના ગુણાનુવાદ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. પૂજ્યશ્રીજીને અમારી કેટ કેટી વંદના
–જેન આત્માનંદ પ્રકાશભાવનગર