________________
વર્ષ ૪ અંક ૧+૨ ચતુર્થવષરભ વિશેષાંક :
+ ૧૩
કહેતા કે જૈન શાસનમાં સૂત્ર વિરુધ અને સિદ્ધાંત વિરુદ્ધ શાસન વિરુધ જે વાતે ચાલે તે દરેકને એકે એક અસત્ય વાતને પ્રતિકાર થવો જ જોઈએ અને તેથી “વીર શાસન' બંધ થતા તેઓશ્રીના ઉપદેશ શ્રી મહાવીર શાસન શરૂ થયું. પ્રથમ પાક્ષિક અને પછી માસિક રૂપે જે થયું. પરંતુ પૂજયશ્રીની ઈચ્છા શાસન સામે વિઘાતક બળને પ્રતિકાર કરવા અઠવાડિક જોઈએ તે પ્રેરણા હતી. પરંતુ તેઓશ્રી કહેતા- “શું થાય મયાં ભાઈ મસાલા વિના બેઠા છે. અર્થાત્ પ્રતિકાર કરાય પણ આર્થિક સહકારને પ્રશ્ન ઉભે થાય છે.
પરંતુ તેઓશ્રીની એ ભાવના તેઓશ્રીના સ્વર્ગવાસ બાદ બાવીશ વર્ષે અમલમાં આવી. તે અમલ તે જ જૈન શાસન અને એ જૈન શાસન દ્વારા જે યત્કિંચિત શાસન સેવા થઈ છે તે પરમ તારક પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીજી વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય ગુરુદેવશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ એ ઉભય પૂજયશ્રે કઠોની પરમ કૃપા અને પરમ પૂજ્ય પ્રભાવથી થઈ છે.
વિશેષમાં પૂજય ગચ્છાધિપતિશ્રીજીની કૃપાને વરેલા અને પૂ. હાલારદેશદ્ધારક ગુરુદેવના પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની શાસન દાઝ, શાસન બોધ અને અકાટય પ્રતિકાર કરવાની સમયચિત કળાએ જેન શાસનનું સ્થાન શાસન પ્રેમી જગતમાં સ્થિર કર્યું છે.
આમ ઉપરોકત પૂજાની કૃપા તથા શાસન હિતને વરેલા પૂજય આચાર્ય આદિ મુનિરાજે સાદવજી મહારાજે તથા શાસન પ્રેમી શ્રાવકબંધુઓ અને શ્રાવિકા બહેનને આ જૈન શાસનના વિકાસમાં અનન્ય ઉત્સાહજનક ફાળો છે.
હવે આ ચતુર્થ વર્ષારંભ વિશેષાંક માટે બારે મેઘ ખાંગા થવામાં જે વાદળ પવન રૂપ બની જાતે અને બીજાને પ્રેરણા કરીને સહકાર આપ્યો છે તે સૌને કૃતજ્ઞ ભાવે આભાર માનીને તેમની શુભ સહકાર ભાવનાની અનુમોદના કરીએ છીએ.
જૈન શાસનના તંત્રી શ્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા (લાખાબાવળ વાળા હાલ પરેલ) તેઓ સદા શ્રી મહાવી૨ શાસન અને જૈન શાસનના કાર્યમાં તત્પર છે. મોટે સહકાર સદા તેમને હેય છે તેમણે હાલારી ભાઈઓ તથા કરછી ભાઈઓમાં તેમના પ્રત્યે રહેલી સદભાવના વડે લાખના ચેથા ભાગ જે સહકાર અપાવી અત્યંત ઋણી બનાવ્યા છે.
શાહ વેલજી પાનચંદ ગલીયા (લાખાબાવળ હાલ નાયગામ) તથા શાહ છગનલાલ નેમચંદ (પડાણાવાળા હાલ મુલુંડ) તેમણે ખબર ન પડે તેમ પ્રયત્ન કરીને ૧૪ હજારથી અધિક સહકાર મોકલી જૈન શાસનને ગતિ આપી છે.