________________
જૈન શાસન ચતુર્થ વર્ષારંભ વિશેષાંક બારે મેઘ ખાંગા થયા
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે– એમ લેકમાં રામ વનવાશ અંગે ગવાય છે. જ્યારે કપાતીત વસ્તુ બને ત્યારે આવું વિધાન કરાય છે. એ જ વાત જૈન શાસન” અઠવાડિક માટે ચતુર્થ 'વર્ષારંભ વિશેષાંક પ્રસંગે ક૯૫નામાં ન આવે તે જાતને સહકાર આપીને અને પ્રેરણા આપીને પૂજ્ય ગુરુદેવ તથા અમારા માનદ પ્રતિનિધિઓ પ્રચારકે શુભેચ્છકે અને હિતેચ્છુઓ તથા તંત્રીએ એ આ વિશેષાંક માટે એ મેઘ વરસાવ્યું કે અમારે બોલવું લખવું પડે છે કે “બારે મેઘ ખાંગા થયા.”
જૈન શાસન અઠવાડિક ધર્મ પ્રચાર અને ધર્મ પ્રભાવના તથા ધર્મશકિતના સિદ્ધાંતને વરેલું છે અને તેમાં ધર્મરક્ષાની વાત ઘણી કડવી પણ લાગે છે છતાં જૈન શાસનને ત્રણ વર્ષના તેના શૈશવકાળમાં શક્ય ફરજ બજાવી ધર્મને પ્રચાર પ્રભાવના અને રક્ષાનું કાર્ય બનાવ્યું છે તે સાથે મેઘવારી, કાગળના પિસ્ટેજ ભાવવધારા અને ખર્ચના પણ વધારે અને સહકારમાં ઓટ આ બધું જોતા જૈન શાસન માટે દુષ્કાળની ઘડિઓ ચાલુ હતી બીજા વર્ષે ખેટ ગઈ ત્રીજા વર્ષે તેમાં વધારો થયે. અને તેના સંચાલન માટે મેઘધારાની રાહ જોવાતી પણ વાદળ પણ ન દેખાય ત્યાં મેઘધારા તે કયાં કલ્પવી. ? આ પરંતુ ઘર્મના મૂળ ઊંડા છે. શાસન પ્રેમ અને રક્ષાના મૂળ ઊંડા છે એમ કલ્પનાતત સહકારને ધધ વરસી જતાં અમારે કહેવું પડે છે કે જેન શાસન ઉપર બારે મેઘ ખાંગા થયા.
આ સઘળે પ્રભાવ વિદ્યમાન જૈન શાસન રૂપી ગગનમાં દેદીપ્યમાન સૂર્ય સમાન, જેમની રગેરગમાં શાસનની દાઝ, સત્યની ઝંખના અને તેના માટે સર્વસ્વ જીવન અર્પણ કરનાર તપાગચ્છાધિરાજ પરમ આરાધ્યાપાદ આચાર્યદેવેશ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાને છે. તેમની પરમ કૃપા જ આ મેઘમાં પ્રાણ બની છે અને તેથી તેઓશ્રીને ખૂબ ખૂબ ભાવથી વંદના કરી આભાર માનીએ છીએ.'
શાસન રક્ષા જેમના પ્રાણ હતા માન પાન કે સ્થાનની કદી પરવાહ કર્યા વિના જેમણે સદાને માટે શાસન રક્ષા કરી છે તે પરમ પૂજ્ય હાલરદેશોદ્ધારક નિસ્પૃહી શિરેમણિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજા હતા અને તેઓશ્રી