________________
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
પરમશ્રધેય, પરમારા ધ્યપદ, પ્રાતઃસ્મરણીય અને તેપકારી પરમતારક પરમ ગુરુદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના
ચરણોમાં શ્રદ્ધાંજલિ :
૯૬ વર્ષની અતિ બુઝર્ગ વચ્ચે પણ અપ્રમત્તતાને અનુપમ આદર્શ પૂરો પાડનાર અને ૭૮-૭૯ વર્ષો સુધી અનુપમ-નિર્મલ સંયમપર્યાયના પાલક અને અનેક ભવ્યાત્માએના સંયમ માર્ગના સાર્થવાહ તથા તિષ માતઃ સ્વ. પૂ. આ. શ્રી. વિ. દાનસૂરીશ્વરજી મહારાજાએ પિતાના આ “લાડીલા વારસદારને, તૃતીય પદ ઉપર આરૂઢ કરવાનું મંગલ મુહુર્ત આજથી દાયકાઓ પૂર્વે આપ્યું હતું. તે જ મંગલ મુહૂર્ત સિદ્ધાન્ત મહેદધિ, સરરિત્ર ચૂડામણિ સ્વ. પૂ. આ. શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સ્વહસ્તે સ્વપદ ઉપર અધિકૃત પ્રતિષ્ઠિત કર્યા હતા અને જૈન શાસનના “રાજાના સ્થાન સમાન આ તૃતીય પદ ઉપર ૫૫-૫૫ વર્ષોથી બિરાજી જેઓશ્રી સકલ શ્રી સંઘના શિરમોર છત્ર બની, સકલ શ્રી સંઘનું ગ–ક્ષેમ પૂર્વક જવાબદારી વફાદારીથી સુસફળ સંચાલન કરી રહ્યા હતા તે તપગચ્છાધિપતિ, શાસ્ત્ર-સિદ્ધાન્ત સંરક્ષક, પ્રરૂપક, સન્માર્ગ દીપક પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિશ્વવિખ્યાત પ્રભાવક નામ-કામથી કેણ અજાણ છે ?
જેઓશ્રીજીએ બાલદીક્ષાને સુલભ બનાવી છે તે શાસનના દરેકે દરેક પ્રશ્નમાં એવું શાસ્ત્રીય સચોટ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે જે અનેકને માટે આધારભૂતઆદર્શરૂપ બન્યું છે– બનવાનું છે. તે રીતે શાસનનું સુકાન એવી સહજ અને સફળ રીતે કરી રહ્યા હતા કે અનેક સિદ્ધિઓ જેઓના ચરણમાં આળોટવા છતાં જેઓશ્રી તેનાથી અલિપ્ત જ હતા.
જેઓશ્રીજીના વરદ્દહસ્તે સેંકડે આત્માએ દિક્ષિત થઈ પિતાના આત્માની સાથે શાસનને અજવાળી રહ્યા છે. અનેક જીવોના સાચા રાહબર બન્યા છે અનેક આત્માઓને સન્માર્ગમાં સ્થાપિત કરી સ્થિર કર્યા છે. અને સિદ્ધાન્ત રક્ષાના સમયે ખીલી ઉઠતી જેઓશ્રીજીની જગમશહુર જવાંમદ હવે ઈતિહાસ બની છે. તે પુણ્યપુરુષ ૨૦૪૭ના અષાઢવદી–૧૪ના શુક્રવારના રોજ અમદાવાદ મુકામે સમાધિને અનુપમ આદશ જગતના જીવને સમજાવતા મહત્સવરૂપ મૃત્યુને માણી ગયા છે. શાસનમાં ઘોર અંધારું ફેલાયું છે. શાસનને ઝળહળતે સૂર્ય અસ્ત પામે છે. સમુદાયમાં તે ન પૂરાય તેવી ભયંકર ખોટ પડી છે.