________________
શાસન શિરતાજ જૈન શાસન શિરોમણિ શાસન સૂર્ય આથમી ગયા. પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી
મહારાજા સાહેબની સમાધિપૂર્ણ સ્વર્ગવાસ
પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરિમલ ફાટક પાસે, પાલડી, અમદાવાદ , ખાતે શેઠ શ્રી બકુભાઈ મણિલાલના દર્શન બંગલે અષાડ વદ ૧૪ || શુક્રવાર તા. ૯-૮–૯૧ના સવારે ૧૦ વાગ્યે શ્રી નમસ્કાર મહામંત્રના સતત શ્રવણ સાથે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. પૂ. આચાર્ય દેવેશ શ્રીજીની સાબરમતી ખાતે તબીયત નરમ જણુતાં અત્રે મસ્તકના એકસરે લેવા માટે ત્રણ દિવસ પહેલાં પધાર્યા હતા. તબીયત ઠીક હતી, ધીમે એ સુધારો જણાતો હતો. તેઓશ્રીની અપ્રમતા પણ ખૂબ હતી આરામ કરવાનું હોવા છતાં પ્રતિક્રમણ પણ બારસના બેઠે બેઠે કર્યું હતું. - તેઓશ્રીને કાલધથી લગભગ ૮૦ વર્ષને એક યુગ પુરે થયે છે. આ મહાન યુગ પુરૂષે આઠ દાયકા સુધી જૈન શાસનને જ્યવંત રાખ્યું હતું. તેમના જવા થી નશાસનને નપરી શકાય તેવી મહાન બેટ | પડી છે. હજારો સાધુ સાધ્વીજી અને લાખોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકા - ઊંડા શોકમાં પડી ગયા છે. તેમનો આત્મા અનુપમ સાધના કરી ઉચ્ચ પંથે ગયે છે તે ઉચ્ચ પ્રગતિ તેઓ સાધતા રહે એ જ ભાવના.