________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧
કરી છે. બાકી આપ સૌના સાથ-સહકારથી જરૂર સિદ્ધિને સાધી શકીશું તેમાં લેશ પણ શંકા નથી.
શાસનદેવ સંધર્ષે સામે ટકવાનું બળ આપે અને સત્ય સિધાન્તની નિષ્ઠા અને વફાદારી જાળવવા પ્રાણુ અર્પણ કરતાં અચકાઈએ નહિ પણ મોટા મોટા શાહ સેદાગની શેહ શરમમાં આવ્યા વિના સન્માર્ગનું જ સંરક્ષણ કરીએ, સન્માર્ગને જ પ્રચાર કરીએ, તે જ ભાવના સહ, સૌ કોઈ સન્માર્ગના પ્રેમી બની, તેની સાચી આરાધના દ્વારા આત્માના અનંત-અક્ષયગુણને પ્રગટ કરી શાશ્વત સુખના ભતા બને તે જ એકની એક સદા માટેની હાર્દિક અભિલાષા.
ચિં ત ન ની ચિ ન ગારી
–શ્રી પ્રિયમુકિત સાધુ જીવન લેવું! ખાવાને ખેલ
પાળવું! ખાંડાને ખેલ આ કાળમાં પણ સાધુ જીવન લેવું એ તે ખાવાને જ ખેલ ગણાય. જેમ જેમ જગતમાં દુઃખો વધતાં જાય, જીવન નિર્વાહના સાધનની પણ મુશ્કેલી થતી જાય તેમ તેમ સાધુજીવન સ્વીકારી લેવાની ઈચ્છા સહજ રીતે થાય એમાં કશી નવાઈ નથી.
પણ “લેવું એ જ ખાવાને ખેલ છે. “પાળવું” એ તે ખરેખર ખાંડાને ખેલ છે.
જિનાજ્ઞા પ્રતિબધ્ધ સાધુ જીવનનું પાલન જે કરે એને જ ખબર પડે કે કેટલા વિશે સે થાય છે? તલવારની ધાર ઉપર ચાલી નાખવું સહેલું છે. લોઢાના ચણા ચાવવાનું કામ સરળ જણાવ્યું છે. આસમાનના તારા તેડી નાંખવાનું પણ સહેલુ કહ્યું છે.એ કાંઈ એમને એમ કહ્યું હશે ?
સાધુત્વને આનંદ જે માણે છે. તે જ સમજી શકે છે. આ વિધાનના ભારેખમ વજનને
આવા મૂલ્યવંતા સાધુ જીવનને બટ્ટો ન લગાડવાની પ્રેરણા કરીને ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે તે અધ્યાત્મ સારમાં એટલે સુધી કહ્યું છે કે, “સાધુત્વનું પાલન ન થાય તે કપડાં ઉતારી નાંખજે પણ દંભી જીવનનું શરણું તે ન જ લેતા.” કેઈકે તદ્દન સાચું કહ્યું છે કે-“સાધુજીવન કઠિન હે, ચઢના પૈડ ખજૂર. ચડે તે ચાખે, પ્રેમસ, પડે તે ચકનાચૂર !