SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્થા સમાચાર સુરેન્દ્રનગરમાં માનવ મંદિર ચેજિત” પ્રતિષ્ઠા મહોત્વ તથા નવ યોને કાર્યક્રમ તા. ૧૯-૩-૬૯થી તા. ૨૭-૩-૬૯ સુધી નવ દિવસ ખૂબ ધામધૂમથી ચાલ્યો હતે. આમાં દૂરદરનાં ગામડેથી પણ સારી સંખ્યામાં જનસમુદાયને સંગમ થયા હતા. બધું મળી લગભગ દેઢથી બે લાખ માણસોએ દર્શન અને સેવાને લાભ લીધે હતે. ગુજરાતના રાજ્યપાલનાં પત્ની માનનીય શ્રી મદાલસાબહેને જનમેદનીને બેધદાયક અને પ્રેરક પ્રવચન કર્યું હતું. માનનીય શ્રી પ્રેમજી ભવાનજી ઠક્કર, સ્વામી શ્રી મનુવાજી (ગસાધન આશ્રમ, અમદાવાદ), શેઠ શ્રી મનુભાઈ પી. સંઘવી, શેઠ શ્રી એમ. એમ. ખંભાતવાળા, શ્રી ગિરધરલાલ શાહ, શ્રી ચંદુલાલ સુખલાલ, શ્રી નંદલાલભાઈ, શ્રી અનુપચંદભાઈ શ્રી કર્દમ કૃષ્ણશંકર શાસ્ત્રી તેમ જ અન્ય સંમાનનીય પુરુષ, રાજપુરુષ તથા સમાજસેવકે એ પિતાની વિવિધ સેવાઓ વડે મહત્સવ તથા યજ્ઞના કાર્યને દીપાવ્યું હતું. દેવીભાગવતના મુખ્ય વક્તા શ્રી ભગવતી કેશવની સર્વાગે પ્રદીપત ભાવમય આરતીએ જનસમૂહનું સારું આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના ખ્યા તનામ વયેવૃદ્ધ સંકીર્તનકાર પૂજ્ય શ્રી વિજયશંકરજી મહારાજનું સુરેન્દ્રનગરની જનતાએ તથા વઢવાણ ઔદીચ્ય બ્રહ્મસમાજે ભાવભર્યું બહુમાન જેલમાં સંકીર્તન - તા. ૧-૪-૬૯ ના રોજ સવારે ૮થી ૧૦ અમદાવાદ સાબરમતી જેલમાં લગભગ ૨૦૦૦ કેદીઓ આગળ પ્રસિદ્ધ લે સંત શ્રી દેવેન્દ્રવિજય “જયભગવાને” જીવનમાં પ્રામાણિકતા, નીતિમત્તા અને માનવતાનું હાર્દ સમજાવતું ભાવમય પ્રવચન (સંગીત સાથે) કર્યું હતું, જેથી સમસ્ત કેદી સમુદાય ખૂબ પ્રભાવિત થયા હતા. શ્રી “ ભગવાન”ના નિત્યનાં સંકીર્તને જુદાં જુદાં ગામમાં તથા શહેરોમાં ચાલતાં જ રહે છે. માનવ મંદિર (જીવન-ઉપયોગી સુવર્ણસૂત્રો) માનવતાનાં સુવાક્ય અર્થાત્ જીવનમાં પ્રત્યેક ક્ષણે ઉપયોગી પ્રેરક સુવર્ણસૂત્રોની પુસ્તિકાઓ ટૂંક સમયમાં જ પ્રસિદ્ધ થશે. પિોકેટ સાઈઝ ૩૨ પાનની આ પુસ્તિકાઓ સ્નેહી અને જિજ્ઞાસુ વર્ગમાં વહેંચવા માટે ૫૦ થી ૨૦૦૦ સુધીની સંખ્યામાં પડતર ભાવથી આપવામાં આવશે. રકમ મોકલી ઑર્ડર નોંધાવનારને પુસ્તિકાઓ તેમના નામ સાથે છાપી આપવામાં આવશે. પુસ્તિકાઓનું પડતર મૂય ૧૦૦૦ નું રૂા. ૮૦ જેટલું આવશે. ઓર્ડર નેધવામાં આવે છે. માલિક : શ્રી ભાગવત વિદ્યાપીઠ અને માનવ મંદિર વતી પ્રકાશક : શ્રી દેવેન્દ્રવિજય વિજયશંકર દવે, રાયપુર, ભાઉની પળની બારી પાસે, અમદાવાદ. મુક : શ્રી જગદીશચંદ્ર અંબાલાલ પટેલ, એન. એમ. પ્રિન્ટિંગ પ્રેસ, દરિયાપુર, ડબગરવાડ, અમદાવાદ-.
SR No.537030
Book TitleAashirwad 1969 04 Varsh 03 Ank 06
Original Sutra AuthorN/A
AuthorM J Gordhandas, Kanaiyalal Dave
PublisherAashirwad Prakashan
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Aashirwad, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy