________________
માટીને ઘડો એ માટીના ઘડુલિયા, શાં શાં કીધાં કાજ ? વણજાણે વણઓળખે, ગરીને સરતાજ સજ્યા સેળ શણગાર, કંચન વરણી કાય, રૂપલા ઈંઢણી પરે, મલકાતો છલકાય.” “નથી કીધાં કાંઈ પુણ્ય, નથી હિમાળે હું ગાજે, દુઃખ અસહ્ય સહ્યાં ઘણાં, તે કહું છું હું સાંભળે. માત ધરતી તણું ગોદમાં ઘા પડ્યા,
પાવડે પાવડે હું પીંખાયે; માતથી વિખૂટો કરીને પ્રજાપતિ,
ગધાડે ચઢાવીને ઘેર લા. આંગણે આણીને પાણીથી પખાળી,
પગ વડે લાતથી માર મારી, ખૂંદતે પીસતો પાપી એ મુજને,
તે છતાં હું હવે મૌનધારી. ગારના ગોળ ગેળા અમારા કરી,
ચક્કરે ચઢાવીને ઘાટ ઘડિયા તે પછી અમારાં ગળાં રેસ્યાં, અરે !
| દુઃખના ડુંગરા તૂટી પડિયા. પછી મન વિચાર્યું; હાશ રે હવે તે,
ગળાં કાચ્ચે થયે છુટકાર! ન ના રે ના ડહોળવે દુઃખદરિયે રહ્યો,
દિસે ન દૂર હજીયે કિનારે. ઘા તણી વેદના અંગ કુમળું હતું,
પછી કર એક ટપલ ઉપાડી; નિએ ટપોટપ ટપોટપ ટોપિયાં,
ટીપતાં ટીપતાં ટાલ પાડી. તોય ના બેલિયા જરી ના વિસામો,
અમે સહુ નિભાડે ગોઠવાયા; ધખારા મારતી આગમાં મૂકિયાં,
ધખારે અંગારે ધખધખાવ્યા. આટલું વિત્યું છતાં ઊંહ પણ ના કર્યું,
આગના ઘૂંટડા ઘટઘટાવ્યા; સજા કે કસોટી જે કહો તે અગન
પારખે પાસ થઈ બહાર આવ્યાં.