SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય દ્વીપ સિકંદરે વિચાર કર્યાં: એને મારી જરૂર નથી પણ હવે મારે એની જરૂર છે. સિક’દર પરઢમાં નીકળી પડયેા. પ્રભાતને સમય હતેા, ઉષાનાં બાકિરણ જગતને ઉષ્મા આપી રહ્યાં હતાં, જઇને જોયું તે મસ્ત ફકીર પ્રકાશમાં કિરણેાથી સ્નાન કરી રહ્યો હતા, શાંત મુદ્રા હતી, આંખેામાં આન ંદની મસ્તી હતી. સિકંદરે પૂછ્યું : ‘આપને શી રીતે સહાયક થઈ શકું ?” ફકીરે કહ્યું: ‘જરા દૂર ખસીને હું સૂનાં અમૂલ્ય કિરણમાં નાહી રહ્યો છું, તમે વચ્ચે આવીને પ્રકાશના પ્રવાહને રાકેા છે. ' સિક દર વિચારમાં પડયે : આખી દુનિયા મારા પગ પકડે છે, ત્યારે આ? આ એક જ છે જે કહે છે: ખસી જાઓ. હવે સિકંદરને પ્રતીતિ થઇ. જે તૃપ્ત છે એ જ સ્વસ્થ છે, એ નિરોગી છે. રાગ કયાં છે ? ચેતનાના દીપક ઝાંખા થયા અને રાગના પ્રારંભ થયેા. ચેતના ઝાંખી (dim) થવી એ જ રાગ છે. મડદું કેમ ગંધ મારે છે ? મડદામાં કેમ જંતુની અભિવૃદ્ધિ થાય છે ? કારણ કે ચેતના ચાલી ગઈ. બાળકા કેમ તંદુરસ્ત છે ? કારણ કે ચેતનાથી પૂર્ણ છે. ચેતનાની પૂર્ણતા એ જ સ્વસ્થતા. યુવાની એટલે પૂર્ણ તંદુરસ્તી. જેનામાં ચેતનાની પૂર્ણતા છે એને ન ટેકાની જરૂર છે, ન દવાના સહારાની. ચેતના જેમ જેમ ક્ષીણુ થતી જાય છે તેમ તેમ રાગનું આગમન થતું જાય છે. એકનું જવું અને ખીજાનું આવવું. થાક લાગે, પાચન શકિત ઘટતી જાય, જીવનનેા ઉત્સાહ અદૃશ્ય થતા ૧૧૫ જાય–આમ ચેતનાની ક્ષીણતાની અસર દેહ ઉપર થાય. જેની ચેતના પૂર્ણ છે એ એ’શી વષે પણુ યુવાન છે. બર્નાડ શે। શાકાહારી હતા. ૯૩ વષે પણ તંદુરસ્ત હતા અને કાર્યાં કરતાં કરતાં, જગતને નવું આપતાં આપતાં ચાલી નીકળ્યા. અહીંના ધર્મસ્થાનકેાના વૃદ્ધો જોયા? એઠા ખેડા ચિંતા કરે, બીજાના દોષો શેાધે, નકામી વાતે અને વિચાર કરે કારણ કે એમણે માત્ર દેહ દમન કર્યું, એમની ચેતનાની દિવ્યતાને વિકસિત કરવા કશું જ ન કર્યું. આખી જિંદગી પૈસાની (પસ્તી) રાશિ ભેગી કરવા, ભેગી કરીને છુપાવવા, પુત્ર અને પાત્રને આપી જવા ખાતર અનેક ધ ધા કર્યાં, સારાં ખેટાં કામ કર્યાં, હિસાબના એ ચાપડા રાખ્યા અને એમાં જ જીવન, મગજ અને તંદુરસ્તી ખલાસ કરી નાખ્યાં ! તમારું' ટેપરેકોર્ડર જરાક બગડે તે એ પણ ખરાખર સારું કર્યા વિના કામ નથી આપતું. તમે એને કેવુ સાચવેા છે ? તમારું કિંમતી ઘડિયાળ બગડી ન જાય, માટે ખીલા ઠોકવાનુ કામ કરતાં પહેલાં અને હાથ ઉપરથી ઉતારી નાખા છે, તે શું તમારું મગજ તમારા ટેપરેકોર્ડર અને ઘડિયાળ કરતાં ય ઊતરતુ છે ? આખું કિંમતી છે? લેાકેા મગજને કેટલુ સામાન્ય સમજે છે ? કેવી રીતે વાપરે છે ? મગજ બગડયા પછી બિચારા ડૉકટરો પણશું કરે ? કેટલી દવા આપે ? જેમણે મગજ ખરાબ અને ખલાસ કરી નાખ્યું એમને માટે શુ ઉપાય? બગાડો અંદર હોય તે બહારના ઇલાજ શું કામ લાગે ? માટે હું ડાકટરેને વિનવું છું કે તમારી પાસે જે આવે એને સલાહ આપે! કે અમે તે તમારી તંદુરસ્તી ઉપર આવેલ આવરણને obs
SR No.536830
Book TitleDivyadeep 1970 Varsh 07 Ank 08
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherChandulal T Shah
Publication Year1970
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Divyadeep, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy