SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ આંતર વૈભવ નોંધ : પૂ. મુનિશ્રી ચિત્રભાનુ મહારાજશ્રીએ રાક્ષી થિયેટરમાં (તા. ૨૯-૯-૬૮) આપેલુ" પ્રવચન પ્રેમ, પ્રજ્ઞા અને ઈચ્છા – શકિતઆ ત્રણેના વિકાસ એ જ તે માનવના આંતરવૈભવને વિકાસ છે. આમાં જેમ જેમ ક્ષીણતા આવતી જાય છે તેમ તેમ મનુષ્ય નાના અને સામાન્ય બનતા જાય છે. વિકસિત પ્રજ્ઞાનુ' તત્ત્વ મનુષ્યને પેાતાના કેન્દ્ર તરફ લઈ જાય છે. કેન્દ્ર સાથેના સંબંધ મનુષ્યના વ્યકિતત્વને અખંડ અનાવે છે. વ્યક્તિત્વનાં જેટલાં જેટલાં પાસાં છે એ બધાં ય ધીરે ધીરે એકરૂપ બનતાં જાય છે. પણ કેન્દ્ર સાથેના સંબધ તૂટતાં તે વ્યકિતત્વના એટલા બધા ખંડ બની જાય છે કે મનુષ્ય પોતેજ પોતાનામાં split personality ખડાત્મક વ્યકિતત્વને અનુભવ કરતા થઈ જાય છે. વ્યકિતનું વિભાજન થતાં માણસ થાકી જાય છે, આ ધાકમાંથી મુકત થવા માટે કેન્દ્ર સાથેના સબંધ દૃઢ કરવાના છે. પેાતાનામાં પેાતાની શકિતના અનુભવ કરવાના છે. અંદર જ પરિવર્તન લાવવાનુ છે. ઘણા માણસામાં બહારનાં પિરવત ના દેખાશે પણ અંદરની સ્થિતિ તા છે એવીને એવી જ પ્રમાદપૂર્ણ રહે છે. અંદરની સ્થિતિ ન પલટાય તા બહાર એ ભકત હૈાવા છતાં, પૂજક અને પૂજારી હાવા છતાં એના જીવનમાં જે આનંદને ઉભરા આવવા જોઇએ, પ્રસન્નતાનુ વાતાવરણ પ્રસરવું જોઇએ તે ન પ્રસરે. બહારનું પરિવર્તન તરત દેખાશે પણુ અંદરનું પરિવર્તન જલ્દી નહિ દેખાય. અંદરનુ પરિવર્તન જો નહિ થયેલું હાય તેા બહારનુ પરિવર્તન લાંખા કાળ સુધી નહિ જીવે. જરાક પ્રસંગ મળતાં, જરાક નિમિત્ત મળતાં તે એકદમ બદલાઈ જશે. Norman Pill જ્યારે અમેરિકામાં હતા ત્યારે ત્યાં એક પ્રસગ અનેલેા. એના મિત્ર અમેરિકામાં મેાટી હાટેલ ચલાવતા હતા. એકવાર એની હાટેલમાં હજામેાના પ્રતિનિધિઓનુ સમૂહભાજન banquet હતું. મેટામાં મેટી મિજલસ grand party રાખવામાં આવેલી. હજામે સમાજને કેટલા ઉપયાગી છે અને સમાજ માટે શું શું કરી શકે તેની સમાજને જાણુ કરવી જરૂરી છે એમ વિચારી તેમણે ત્યાંના જાહેર ખબરની સસ્થાના પ્રતિનિધિને (advertising agent)ને બેલાવ્યા અને કહ્યું કે અમારી આ મેાટી પાટીનેા પ્રચાર થાય અને લાર્કાને અમારા કાર્યને ખ્યાલ આવે એવું કાંઇ કરશ. આ બુદ્ધિશાળી માણસ ત્યાંના ગંદા વિભાગમાં slum area માં ગયા, ખુલ્લી ગટરોની બાજુમાં એક ખૂણામાં દારૂ પીને પડેલા માણસને એમણે જોયા. એના કપડાં ફાટેલા હતાં, દાઢી મૂછ ખૂબ વધી જતાં એનુ મે ં વિકૃત લાગતું હતું, એની આંખા ઘૂમરીએ લઇ રહી હતી. એને ઉઠાડીને પૂછ્યું: “તારે શુ' જોઈએ છે?” કહ્યું: “દારૂની એ આટલી જોઈએ છે.” ‘‘ચાલ, હું તને એ માટલી આપું પણ એક શરત. હું કહું તેમ તારે કરવું પડશે.” દારૂડિયા તરત તૈયાર થઈ ગયા. પહેલાં એને ફેટા લેવડાવ્યેા, ત્યારમાદ એને હજામ પાસે લઈ જઈને સાફ હજામત કરાવી, વધી ગયેલા વાળ કપાવ્યા, શરીર ઉપર તેલનુ માલિસ કરાવીને સરસ રીતે નવડાવ્યા. એને
SR No.536826
Book TitleDivyadeep 1970 Varsh 07 Ank 04
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherChandulal T Shah
Publication Year1970
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Divyadeep, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy