________________
પૂ. ગુરુદેવની વાણી ભવ્ય આત્માઓને સ્પર્યા વિના ન રહે. થાણામાં વસતા કેટલાંય બ્રાહ્મણ કુટુંબ પ્રવચનને લાભ લે છે તેમાં એક શ્રી બાબુભાઇ વડીયાના કુટુંબ તે ભાત પાડી છે. તેમનાં પુત્રી શોભના કૅલેજના પ્રથમ વર્ષમાં ભણે છે. તેમણે આઠ ઉપવાસ કરવાની ભાવના દર્શાવી ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : એક એક કરતાં આગળ વધે અને તેમની વાણી માથે ચઢાવી એક એક કરતાં અઠ્ઠાઈ તપશ્ચર્યા પૂર્ણ કરી. પારણુ કરતાં પહેલાં શોભનાબહેન પૂજ્યશ્રીને વહોરાવી રહ્યાં છે.