________________
શકિત માં થી
સ જ ન
પૂ. ગુરુ દેવના દર્શનાર્થે શિવસેનાના અધિનાયક શ્રી બાલ ઠાકરે તા. ૧૫-૮-૭૦ના આવીને તેઓશ્રીને મુખેથી માર્ગદર્શન મેળવતાં પૂ. ગુરુદેવે જણાવ્યું : સંસારમાં શક્તિ સૌને નથી મળતી, એ પુણ્યની મહાન ભેટ છે. એ તમને મળી છે તો એમાંથી કાંઇક સર્જન કરો. આજ માનવસંતાને દરિદ્રતામાં પશુની જેમ અને અજ્ઞાનમાં દાનવની જેમ જીવન વીતાવી રહ્યાં છે તે તમે તમારા આ બળવાન સંગઠન દ્વારા પ્રજાજીવનમાંથી દારિદ્ર અને અજ્ઞાનને કાઢવાની ઝુંબેશ ઉપાડા.
શ્રમ અને સચ્ચાઇથી દરિદ્રતા જાય અને વિદ્યાના પ્રચારથી અજ્ઞાન જાય. પછી જુઓ પ્રજા ત મને કેવા આશીર્વાદ આપે છે