SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનનું દર્શન 21 [પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ દાદરમાં આપેલા પ્રવચનની નોંધ. આના પૂર્વાધ ચાલુ વર્ષોંના પહેલા અંકમાં આપી ચૂક્યા છીએ; ત્યાંથી ફરી શરૂઆત થાય છે.] જગતની મેં ત્રણ વ્યાખ્યા આંધી છે. સમજીને સરકવુ એનુ નામ સંસાર; જાણીને જીવવું એનુ નામ જીવન અને મૂકીને મુક્ત થઈ જવુ એનુ નામ મેાક્ષ. આ સંસારમાં ડાહ્યો માણસ કેણુ ? જે સ ંસા૨માં રહે ખરો પણ ધીમે ધીમે સરકતા જાય. કાકવાર ચાર પાંચ ગુંડાઓ તમને ઘેરી વળ્યા હાય અને તમે એકદમ ભાગવા જાએ તે તમને છરી મારી દે એવી પરિસ્થિતિ હાય ત્યારે ધીમે ધીમે વાતા કરતાં કરતાં એની પડમાંથી તમે સરકવાના કેવા કુશળતાભર્યાં ઉપાય શેાધા છે? એમ આ સંસારમાં પણ એ જ કામ કરવાનુ છે. આપણે સંસારના એક સકંજામાં આવી ગયા છીએ. તમે એકદમ ભાગવા જાએ તો બધા ય લોકા તમારા કપડાં ફાડી નાંખે ત્યાં સુધી તમને વળગે. “નહિ, તમે નહિ જાઓ. તમારુ અમારે કામ છે.” કારણકે આવા વગર પગારના નાકર રળીરહીને બધાયને માટે ચિંતા કરતા હાય એવા કયાંથી મળે ? હું ઘણા વૃદ્ધ માણસાને જોઉં છું. છેલ્લી ઘડી આવે ત્યાં સુધી પણ દુકાને બેસે. અને એ કરાંઓનાં છેાકરાને રમાડતાં રમાડતાં રાજી થાય અને મનમાં માને “આ છોકરાંઓનુ કાણ કરશે?” પણ એ ગમારને ખખર નથી કે તુ જો ચિંતામાં ઉપડીશ તા તારું કાણુ કરશે ? એ લેાકેા પણ માને છે કે આજના જમાનામાં ખસેા રૂપિયા આપતાં પણ પ્રામાણિક નેકર મળતા નથી. અને આ માણસ વગર પગારે ખાલી એ ટંક રોટી ખાઈને આખો દહાડો આપણે માટે મહેનત કરતા હાય તેા શું ખાટુ છે! એટલે એ લેાકા તમને રાજી રાખવા જરૂર પ્રયત્ન કરે. પણુ જીવે પેાતે તા સમજવુ જોઈએ કે ભાઈ, હવે મારું શું? “હું આ બધું સાચવ્યા કરીશ, લેાકાને મળ્યા કરીશ, વેવાણા અને વેવાઈઓને મનાવ્યા કરીશ, સગાંવહાલાંઓને મેલાન્યા કરીશ, ગામમાં જેટલાં લગન હેાય એમાં હાજરી આપ્યા કરીશ, જેટલી મેકાણુ હાય એમાં રાવા ગયા કરીશ ! તેા આમનુ આમ જીવન પૂરું થઈ જશે.” હા, એમ કરનાર માણસને દુનિયા મહુ ડાહ્યો માણસ ગણશે, વ્યવહારકુશળ માનશે અને કહેશે કે આને ઘણી ઓળખાણ છે. પણ આત્માની ઓળખ વિના આ બધી જ ઓળખ નકામી છે. આત્માની ઓળખ કરવા માટે આ મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ છે, દેવાના જન્મ પણ નહિ. દેવા મનુષ્ય કરતાં ઘણા સમૃદ્ધ છેઃ હીરાથી, પન્નાથી એ શેાલતા હાય છે છતાં ય દેવના ભવ માનવના ભવ કરતાં ઊંચા નહિ. આચાર્ય શ્રી સ્વયં ભવસૂરીશ્વરે દશવૈકાલિકના પ્રારંભમાં જે બ્લેક બનાવ્યેા એ શ્લાક નથી, પણ જીવનમત્ર છે. અહિંસા, સંયમ અને તપ – આ ત્રણ તત્ત્વ યુકત એવા ધર્માં એ સ મંગલામાં ઉત્કૃષ્ટ મગળ છે. આ ધમ જેના હૈયામાં વસે છે એને તા દેવે પણ નમન કરે છે. “ ધમ્મો મનમુષ્ટિ, અહિંસા સંગો તો; देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो । ” એમણે કહ્યુ કે તુ બધા જ મંગળ કર પણ બધામાં ો ઉત્તમ હાય તે તે ધર્મો છે. આ અહિંસા, આ સંયમ અને આ તપ જેના હૃદયમાં ઊતરી જાય છે અને માણસા તા નમે, દેવતાઓ પણ નમે છે. એ કરોડપતિઓ આવીને મુનિને નમે એમાં મુનિએ કાંઈ ફૂલી જવાની જરૂર નથી. જો ફુલાય તે! એ મુનિ ગ઼માર છે. લેાકેા માણસને નથી
SR No.536791
Book TitleDivyadeep 1967 Varsh 04 Ank 05
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherChandulal T Shah
Publication Year1967
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Divyadeep, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy