________________
બહારની વાત છે. અંત્યજે મેલા ધંધા કરે છે, પણ તે જ ધંધા કરવાની તેમને હોશ છે એવું જોવામાં આવ્યું નથી. લાચારીમાં આવી પડીને કેટલાયે ટેડ મુંબઈમાં અત્યંત નીચ મનાએલું ભંગીનું કામ કરે છે, એ શું ખુશીથી હશે ? ધંધાને લીધે જે જે તેઓ અસ્પૃશ્ય મનાતા હોય તે તે ધંધા આપણે છેડાવવા જોઈએ. એમ કરવું એ અસ્પૃશ્યતાના હિમાયતીને પાલવે ખરું ? તેને પૂછતાં એ તરત જ દલીલ કરશે કે પ્રભુએ દરેક જ્ઞાતિને એનું કામ નક્કી કરી આપેલું છે, તે તેમણે કરવું જ જોઈએ. તેમાં અમારો જુલમ શે ? દીવા તળે હમેશાં અંધારું હોય છે, તેમ આવી દલીલ કરનારા પોતે કેટલું સ્વકર્મ આચરે છે ? કેટલા બ્રાહ્મણે કેવળ નિઃસ્થત રહીને કાલે શું ખાવું એની પણ ચિંતા ન કરતાં પિતાનું ષટકર્મ શ્રદ્ધાથી આચરે છે ? ક્ષત્રિયોને ધર્મ હિંદુસ્તાનમાં કેટલો રહ્યો છે તેની વાત કરવા જઈએ તો ગમે 'તેવા માણસની આંખમાંથી લેહીનાં આંસુ પડે. વૈો કૃષિ ગેરય એળખતા જ નથી. વેપારની બાબતમાં તો અંગ્રેજ વેપારીઓની થાળીમાંથી નીચે પડેલું એ જુદુ ખાઈને પુષ્ટ થયેલા બિલાડાં કરતાં તેઓ વધારે સારી સ્થિતિના છે, એમ તેઓ પોતે પણ કહી શકશે નહિ. ખરી રીતે આ બધા વૈવણિકે આને અંગ્રેજના દાસ્ય સિવાય બીજો કોઈ પણ ધંધો કરતા જ નથી. તે જ લોકે ત્યારે અંત્યજને સવાલ આવે છે ત્યારે “ સ્વં મંછામિત:
મત નર: " નો ઉપદેશ કરવા માંડે છે તે જોઈને ત્રાહિત માણસને તો હસવું જ આવે. આવા લોકો ગમે તેટલા શાસ્ત્રાધાર ભલે બતાવે, એ ધર્મશાસ્ત્ર નથી પણું મતલબશાસ્ત્ર છે; જુલમશાસ્ત્ર છે. શાસ્ત્રમાંથી પિતાને ફાવતાં વચન શોધી કાઢવાં એનું નામ શું ? એનો અર્થ એટલા જ થાય છે કે ત્યાં સુધી અમારામાં બળ છે, સત્તા છે, ત્યાં સુધી અમે કોઈ પણ રીતે અંત્યજોને માથું ઉચકવા નહિ દઈએ.
આવા જુલમથી કેવળ દીન બનેલે અંત્યજ વગ પરધર્મને આશરે લે છે. આજ સુધી હજારો માણસો-આખા ગામનાં ગામ–ખ્રિસ્તી બન્યાં છે. આગાખાનીઓ પણ હમણાં હમણાંના ખૂબ મસ્યા છે. તેમનું કામ વધતું જાય ત્યારે આ બધા હિંદુધર્મના સ્તને તેમના ઉપર ચીડાય છે, એ શું યોગ્ય છે ? પરધઓ દુષ્કાળને વખતે અંત્યજોને ખાવાનું આપે છે, કપડાં પૂરાં પાડે છે, માંદા હોય ત્યારે સારી રીતે તપાસીને તેમને દવા આપે છે, અને તે પણ લગભગ મફત ને એટલી તે કુશળતાથી ને લાગણીથી કે દરદીને હૃદય હોય તો એ વૈધરાજને વશ થયા વિના રહે જ નહિ. શરીરના રક્ષણને પણ ઉપરાંત તેઓ તેમને ખ્રિસ્તી ધર્મના ઉપદેશ સંભળાવીને