SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ એના નાસીપાસ થયેલા મનને શાંતિ આપે છે, તે આશા આપે છે એને માટે પણ ઉતિના માર્ગ ખુલ્લા છે. આજે એ ગમે તેવી ફાડી સ્થિતિમાં આવી પડયા હાય તાપણુ ખ્રિસ્તનું શરણ લેવાથી અને સારા દિવસ જોવાના મળશે અને આખરે પરમેશ્વરના દરબારમાં બધાની સાથે સમાનતાથી એ રહી શકશે. એ પરધી એનાં બાળકાને શિક્ષણ આપે છે, એના ધંધાની શરૂઆતમાં એને આર્થિક, સહાય આપે છે. આટલા બધા લાભ કે લાલચ જો અત્યજ છેડે તા લેાકેા એને મૂખ નહિ ગણી કાઢે ? આપણે આમાંથી કેટલી વસ્તુએ કરી છે ? ઉલટું આપણે એમને એ પણ બતાવ્યું છે કે અંત્યજના સ્પર્શથી અમે અભડાઈએ છીએ તે અમારા દેષ મુસલમાનને અડવાથી દૂર થાય છે! મુસલમાન કે જે આપણાં શાસ્ત્રો લખાયાં તે વખતે તેા પારકા હતા, જે મ્લેચ્છ ગણાતા, જેની ભાષા ખેાલવી એ પણ મેટા દોષ મનાતા, તે જ મુસલમાનને અડવાથી અત્યજપના દેષ ટળે એ કયા સ્મૃતિ, કયું. શાસ્ત્ર તે કયા ન્યાય ? એ ન્યાય ‘નાવિષ્ણુ: પૃથ્વીતિ' ના છે. જે આપણને લૂટે, જે આપણા ઉપર રાજ્ય ચલાવે, તેને ડગ જોઇને આપણાં બધાં શાસ્ત્રા તરત જ પેાતાના મંત્રા ઉલટી રીતે ખેલવા માંડે છે. રાજ્યકર્તાકામને સ્પદોષ હાઇ જ કેમ શકે? આવા મનથી ઘડેલા રિવાજો જેમણે પેતે જ શીખવ્યા તેએ કયું મેહું લઇને હવે આગાખાનીને દોષ દઈ શકે ? પોતે પોતાના ધર્મબંધુઓને સુધારીએ નહિ, યેાગ્ય મદદ કરીએ નહિ, અને ખીજા ત્યાં ફાવે તે! એને દેષ દઈએ એવી સ્થિતિ છે. આ પ્રશ્નનેા હાલના વિરોધ તે કેવળ સ્વાર્થ મૂલક છે. આવે વિરાધ કરનારા માણુસા કોઇ પણ બુદ્ધિગમ્ય દલીલમાં પહોંચી શકતા નથી તે વખતે એક જુદી જ યુક્તિ રચે છે. તેઓ કહે છે કે શું કરીએ ? અસ્પૃશ્યતા મીલેામાં, આગગાડીમાં, કયાં પળાય છે ? પણ જુઓને, એમનામાં જ અસ્પૃશ્યતા છે. જેમ જેમ તેએ સુધરશે, વ્યસન છેડશે, ધીમે ધીમે લાયક થશે, તેમ તેમ અમે એમનેં પાસે લઇશું. આજે તેા એવી સ્થિતિ નથી. તેમનામાં જે અસ્પૃશ્યતા છે, તે તેઓ પહેલી દૂર કરે, એટલે પછી અમે વધારે વિચાર કરીશું. લાયક થવાની આ ભાષા હાથીના જેવા ચાવવાના ને બતાવવાના દાંત જુદા જુદા હાય છે તેવી છે એ આણે હવે જાણીએ છીએ. તેએ પાતાની દુર્દશા જાતે જ સુધારે એમ કહેવું તે તેમને એ દુદર્શોએ પહોંચાડવા માટે જેએ જવાબદાર છે તેમને ોભે છે કે નહિ એ એમણે પાતે વિચારવાનું છે. એટલું તે સ્પષ્ટ છે કે ધર્મની આગેવાની '
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy