________________
ત્રિવણિકા આ દલીલ કરતાની સાથે જ ગુમાવે છે. પછી તે અંત્યજોની હિલચાલને કેવું વલણ આપવું એની ચાવી અંત્યજોના પિતાના હાથમાં અને તેમને દરનાર કે ભમાવનાર માણસોના હાથમાં ચાલી જાય છે. ટુંકામાં હિંદુસ્તાનની ઉપર કેવી જાતના હુમલાઓ કરવા તે આપણે પારકાના હાથમાં સોંપી દઈએ છીએ. તેથી અગવડો ઉભી થશે, અંધાધુધી ફેલાશે, જુલમ વધશે, તો એની જવાબદારી આ ઉચી કેમોને માથે આવી પડશે. અંત્યજસ્પર્શનો ખોટા વિરોધ કરીને ધૂને અજ્ઞાની માણસેના હાથમાં હિંદુસમાજની ભવિષ્યની લગામ સેપનારા જકી આગેવાની પાછળ જે લેકે ચાલશે તેઓ ગુલામગિરીની વધારે ને વધારે ઉંડી ખાણમાં ઉતરતા જશે. સનાતન ધમ કંઈ આવા આગેવાનોના હાથમાં ઉછરેલો નથી. તેને ઇતિહાસ અંત્ય ઉપરના આવા અત્યાચાર સાંખનારે નથી. ગમે તેવા માણસને પોતાની ઉદારતાથી ને પ્રેમથી પિતાને આદર્શોની થોડીઘણી આપલે ને છુટછાટ કરીને પણ વશ કરી પિતાનામાં એ સમાવી લેનાર છે.
પુરાતન કાળમાં આર્ય જાતિના સમુદ્રમાં કેટલાય અનાથ સમાપ્ત ગયા છે. હિંદુ ધર્મના જાતિભેદ ને કર્મકાંડ ઉપર જ કુહાડો મારનારા બુદ્ધદેવને આપણે હિંદુધર્મના એક અવતાર માનીએ છીએ. તેમના ધર્મમાં જાતિભેદને ઉચ્ચનીચતાને સ્થાન જ ન હતું. એમના પછી શ્રીમદ્ શંકરાચાર્ય ધર્મવિજય કર્યો તે વખતે કેટલાય બોદ્ધોને તેમજ જૈનાને એમણે હિંદુ ધર્મની દીક્ષા આપી હતી, અને અનાર્ય તિઓને પણ પાવન કરી લીધી હતી. શ્રીમદ્ રામાનુજાચાર્ય તરૂવલ્લીમાં ચાંડાલ સ્ત્રીની મૂર્તિ સ્થાપન કરી છે. બધી નાતના ભાવિક ભકતો આજે પણ તેની પૂજા કરે છે. યાદવગિરિના દેવાલયમાં ઢેડ, ચમાર, વિગેરે બધા આવે એવી જના એમણે કરેલી. હાલમાં તે ઉત્સવના ત્રણ દિવસ પૂરતી જ તે પળાય છે. ધર્મપ્રચારની કામમાં રામાનુજાચાર્વજને મેલકેટ પ્રાંતના અંત્યજોએ ખૂબ મદદ કરી હતી, તેથી પ્રસન્ન થઈ તેમણે એ જાતિને તીરૂલુલતાર એટલે શ્રેષ્ઠ જાતિ કે લેક એવું નામ આપ્યું હતું. બંગાળમાં ચૈતન્યદેવના પ્રભાવથી જગન્નાથજીમાં આજે પણ આભડછેટ પાપરૂપ ગણાય છે. આગળ જતાં ધમનું બળ જેમ જેમ આપણામાંથી કમી થતું ગયું, રાજ્યદારી હુમલાઓને લીધે પરાક્રમ ને તેજ ઘટતું ગયું, ગુલામીમાં વધારે ને વધારે આપણે સબડતા ગયા, તેમ, તેમ આ ગુલામીના વૃક્ષનાં ગુલામી શાસ્ત્રને રૂઢિઓ ઉંડાં મળ નાખતાં ગયાં.
પરંતુ એ રૂઢિઓ પણ આપણે માનેલાં શાસ્ત્રો પ્રમાણે આપણે પાળીએ છીએ ખરા? અંત્ય અથવા અંત્યજ શબ્દ મનુ, યાજ્ઞવલક્ય, પરાશર વગેરે