________________
તત્ત્વ ને કર્મનો મર્મ બરાબર સમજે છે એવું નથી. તેઓ તે ધર્મોપદેશકેને. શ્રદ્ધાપૂર્વક માન્યાં કરે છે, અને અંત્યજોની સેવા કરનારા માણસને ખરે વિરોધ તે નથી ધર્મના શ્રદ્ધાળુ અનુયાયીઓ તરફથી કે નથી ધર્મનિષ્ઠાપૂર્વક આચાર પાળનાર તરફથી, કે નથી અજ્ઞ જનસમાજ તરફથી. તે તે ધર્મને ઉપદેશ કરનારા અને એના ઉપર જ પિતાની આજીવિકાને આધાર રાખનારા શાસ્ત્રી ને પંડિત વગેરે વર્ગ તરફથી થાય છે. તેથી તેઓ અંત્યજ સ્પર્શની વિરુદ્ધ લોકોનાં મનમાં જે દલીલે ઘુસાડે છે તેનોથે ડે વિચાર કરવો જોઈએ. આ પહેલી દલીલ એ છે કે અંત્યો માંસાહાર કરે છે. તેમાં વળી સડેલું માંસ ખાય છે. દારૂમાં તેઓ રચ્યાપચ્યા રહે છે. એમના ધંધા પણ એટલાં મેલા છે કે એમને અડવાથી આપણામાં રોગનો પ્રવેશ થાય. આ દલીલમાં કેટલાક અંગ્રેજી ભણેલા ગણેલા પશ્ચિમના દેશોને પણ આધાર આપે છે. પહેલી વાત એ છે કે પશ્ચિમના દેશમાં એવા મેલા ધંધા કરવાનું કોઈ પણ નાતને ફરજીયાત રીતે સોંપાયેલું નથી. અંત્યજે માંસાહાર કરે છે, તેથી જો એ અસ્પૃશ્ય હોય તો મુસલમાન, પારસી, અંગ્રેજો શું કરે છે? હિંદુઓમાંની પણ કેટલીયે નાતો માંસાહાર કરે છે. તે કેમ અસ્પૃશ્ય ગણાતી નથી ? મુડદાલ માંસ ખાવું એ જ જે અસ્પૃશ્યતાનું કારણ હોય તો કેવળ . ખાવાને માટે સેંકડો પશુઓનો જે વધ થાય છે તેનું કંઈ પાપ છે કે નહિ ? મુડદાલ માંસ ખાઇને અંત્યજે પોતે માંદા પડે અને ગામમાં રોગ ફેલાવે, તેના કરતાં એ માંસની બીજી કોઈ ગોઠવણ કરવાનું ધર્મ ધુરંધરાના હાથમાં છે કે નહિ ? અંત્યજોને શું હલાલ માંસ ભાવતું નથી ? પરિસ્થિતિ એ છે કે અંત્યજે પિતાની ગરીબાઈને લીધે જેમ આપણે એ જુઠું ખાય છે,. અને આપણું શટયાંતુટયાં કપડાં પહેરે છે, તેમજ અનાજ કે હલાલ માંસના પૈસા ખર્ચવાની અશક્તિને લીધે જે મળે તે તેઓ આંખો મીંચીને ખાય છે. એમાં દોષ તેમને નથી, પણુ આપણો પિતાનો છે. આપણે તેમની પાસે પોતાની મરજી પ્રમાણે મજૂરી ખૂબ કરાવીએ છીએ છતાં તેઓના શરીરની પણ આપણે જોઇતી સંભાળ રાખતા નથી. આપણા ઘરના કુતરાની સગવડ આપણે એમના કરતાં વધારે સાચવીએ છીએ. દારૂ તેઓ કેમ પીએ છે, એ આપણે તપાસ્યું છે ? તેનું મૂળ કારણ તપાસી તે દૂર કરવા પ્રયત્ન કર્યો છે ? દારૂના ફાયદા ગેરફાયદા આપણામાંથી કેઈએ જઈને તેમને આજ સુધી ભાગ્યે જ સમજાવ્યા છે, અને હવે એ બદીએ એટલું ઉડું ઘર કર્યું છે, કે તે કાઢવી લગભગ એમની શક્તિની