________________
ચાલ્યા જ કરે છે. તે વખતે એ બધા ઉચ્ચ ગુણે ભૂંસાઈ જાય છે, તે વખતે કુલ જય ને કાણું રહે એવું થાય છે. રિવાજેનું રહસ્ય વિસારે પડે છે, અને એનાં બાહ્ય સ્વરૂપોનાં મડદાં પૂજાય છે. આજે હિંદુધર્મની સ્થિતિ કે તળાવને તેને પાણીની સ્વચ્છતાની સતત સંભાળ રાખવાની અશક્તિ અથવા આળસને લીધે હમેશને માટે સજડ ઢાંકી દીધું હોય તેવી છે. તેનું જૂનું પાણી ઘટતું જાય, મલીનતા ને સંડો વધતો જાય, પણ તેમાં ને મળે નવા પ્રવાહ, ન ઉછળે નવું ભેજું અને ન પસી શકે સૂર્યનું કિરણ. ધમને ત્રાતા આજે કાઈ રહ્યું નથી. પારકી રાજા તેમાં હાથ ન ઘાલવાની વાત કરીને પિતાના સુધારાનાં ઝેરી બીજ આપણામાં વાવતે જ જાય છે. ધર્મગુરુઓ માંહોમાંહે ઐહિક મિલકતની માલિકી માટે લઢી મરે છે, અને એ જ પારકા રાજ્યકર્તાને શરણે જાય છે. સામાન્ય પ્રજાનો વ્યવહાર ધર્મદ્રષ્ટિથી આજે નથી ચાલત, પણ પૈસાની ને ક્ષણિક સ્વાર્થની દૃષ્ટિથી ચાલે છે. ધર્માચરણ પિતાની ઉન્નતિને માટે છે, એ ખ્યાલ જતો રહ્યો છેએનું આચરણ પણ ઘણુંખરૂં બંધ પડયું છે અને બધો ધમ માત્ર કહેવાતી શરીર શદ્ધિમાં આવીને વસ્યો છે. દિવસમાં કેટલી વખત નહાવું, કેટલી વખત યુગ બદલવા, એમાં જ ધર્મ સમાપ્ત થાય છે. શરીરને માટે ખાવું પીવું
જરૂરનું છે, તેને વિષને વિચાર પણ યોગ્ય અંશે કરવાનો હોય, પણ આપણે - વિચાર વસ્તુને બદલે છાયા તરફ જ દડે છે. શરીરની દષ્ટિએ શું ખાવું ને કેટલું ખાવું એ વિચાર મહત્વને હોય, પણ તે આપણે ઝાઝે નથી કરતા. લાખે ન્યાતવરા થાય છે તે ધર્મને માટે અથવા શરીરપષણને માટે એમ તે કોઈ ન જ કહી શકે. છતાં ખાવાનો રાક કોણે રાં, કોણ લાવ્યું, કેણે જોયો એ અને આપણને વધારે મહત્ત્વના લાગે છે. દુનિયામાં પાપાચરણ ચાલે તેને માટે આપણે દિલગીરી બતાવીએ, પણ તેનું પ્રમાણ કંઈક પણ ઓછું થાય અને મર્યાદા જળવાય તેટલા ખાતર કેઈ પુનર્લગ્નની સૂચના કે હિમાયત કરે તો તેને આપણે દુશમન ગણીએ છીએ. જાતે ધર્મ પાળવા કરતાં બીજો માણસ ધર્મનાં બંધને બરાબર પાળે છે કે નહિ એની ચેક કરવાનું પિોલીસનું કામ આપણે બહુ ઉમંગથી બજાવીએ છીએ. શાસ્ત્રી ને પંડિત એ આપણા ધર્મના પોલીસ પ્રોસીકયુરો (Police Proxentors) છે. ન્યાતના મુખી એ ન્યાયાધીશનું કામ બજાવે છે. આ વર્ણન અકરે છે, છતાં તે કદનું દિલ દુ:ખાવવાને માટે નથી કરતે. જે સમાજ લાચારીમાં આવી પડ્યો છે. દુર્દશામાં સપડાયો છે, તેને મહેણું તે શું મારવાં? છતાં ખરી સ્થિતિ ટાંકીને એને ઉપાય પણું કેમ થઈ શકે? સામાન્ય જનસમાજ ધર્મનું