________________
લોકો આ અંત્યજો છે જે વખતે પંડમાં પરાક્રમ ઉછળતું હોય, એક ઉપર એક દિગ્વજયો થતા હોય, તે વખતે પોતાની સામે લડવાને ઉભી થયેલી અને કમનસીબે હારેલી જ્ઞાતિ વિષે અણગમે ઉત્પન્ન થાય, તે તે સંતવ્ય માનીને ચલાવી લેવાય, જે કે ખરી રીતે તે હુમલો કરનાર જ બધી રીતે દોષિત હોય છે. પણ જે વખતે પરસત્તાની આગ બધાને સરખી જ રીતે બાળતી હોય, તે વખતે હજારે વરસ પછી પણ આર્યવ ને અનાયતને અહંભાવ આપણે ભૂલી ન શકીએ તો આપણે મંદબુદ્ધિ કહેવાઈએ, અને હજી પણ જાલિમના ચાબખા ખાવાને જ આપણે લાયક છીએ એટલું જ સાબિત થાય.
• બીજું અનુમાન એવું છે કે અંત્યજે એ પ્રતિલોમ-સંકર-પ્રજા છે. સ્માતમાં કેવી જાતના સંકરથી કઈ જાતની પ્રજા ઉત્પન્ન થઈ એના તસર કાઠા આપેલા છે. સંકરથી દૂર રહેવાને માટે આર્યોએ જેટલા પ્રયત્નો કર્યા છે તેટલા પ્રયત્ન દુનિયાની બીજી કોઈ પણ જાતિએ કર્યા હોય એમ
ખાતું નથી. તેમાં આર્યોનું ખરું આર્ય છે. જેને પિતાની જ્ઞાતિની ખબર પણ નહિ એવા સત્યકામ જાબાલિ જે ધર્મમાં મહર્ષિ થઈ શકે છે, જેમાં વિશ્વામિત્ર કુતરાનું માંસ ખાતાં છતાં એક જ જન્મમાં ક્ષત્રિયના બ્રાહ્મણ થઈ શકે છે, તે ધર્મમાં સંકોનિઓને પણ અનંતકાળ સુધી અસ્પૃશ્યતામાં જ ડામી દેવાને રિવાજ હશે એવું મન માની શકતું નથી. અંત્યજોની ઉત્પત્તિનું ત્રીજું કારણ બ્રાહ્મણ વગેરેની કર્મભ્રષ્ટતા બતાવવામાં આવે છે. -જેમ શાસ્ત્રગ્રંથોમાં ચાંડાળોને પતિતયોનિ માન્યા છે તેમ કર્મચાંડાળાને પણ માન્યા છે. સવાલ એ ઉત્પન્ન થાય છે કે વ્યભિચારથી અથવા કર્મભ્રષ્ટતાથી જે પતિત થવાતું હોય તો એવી કર્મભ્રષ્ટતા ને ધર્મસ્મૃતિને જમાને શું આપણું તેજસ્વી પુરૂષોની વખતે એક જ વાર આવી ગયો. અને ત્યાર પછી આખું હિંદુસ્તાન કેવળ શુદ્ધ થઈ ગયું ? હવે કોઇ કર્મભ્રષ્ટ થતા જ નથી? કોઈ પાપાચરણ કરતું જ નથી ? કરતું હોય અને શાસ્ત્ર પણ બરાબર પળાતું હોય તો હમણુના સંકરનિઓના કોઠા કયાં છે ?
' જુની પદ્ધતિમાં કંઈ દોષ હોય તો પણ એ એકંદરે બહુ જ દુરંદેશીપણુથી નક્કી કરેલી પદ્ધતિ હતી એમાં કંઈ પણ શક નથી. જ્યારે સમાજમાં જીવન હોય છે, પરાક્રમ હોય છે, બુદ્ધિ હોય છે, તે વખતે નવી નવી સમાજરચનાઓ હમેશાં થયા કરે છે. જુને જ્ઞાતિઓ તૂટી જાય છે, બીજી જ્ઞાતિઓમાં ભળે છે, નવી નાતે ઉત્પન્ન થાય છે, અને એવો અખંડ પ્રવાહ