________________
મે એકઠી થતી જઈએ છીએ, દરેકના જ્ઞાનને લાભ બીજી કે મને મળતા જોઈએ છીએ, તેમ અંત્યજોના ભાષણોને લાભ પણ આપણને મળી શકત. બધી કમેને પોતપોતાના આગેવાનો છે. અંત્યજેમાં આજે કેમ કેઈ ઇન્દુલાલભાઈ નથી, કોઈ વલ્લભભાઈ નથી ? કેમ આપણી બજારોમાં આપણી હારોહાર અંત્યજોની દુકાને દેખાતી નથી? અંબાલાલ સારાભાઈ જેવા કોઈ અંત્યજ મીલમાલેક સાંભળ્યા છે ? આપણે ત્યાં કોઈ દરદીને જેવા કેઇ રેડ કટર આપણાં ઘરોમાં આવેલ કેઈએ સાભળ્યો છે ? અને આ બધું ન સાંભળ્યું કે ન જોયું હોય તે એનું કારણ શું? આ. બધી મહત્તા પ્રાપ્ત કરવાની શક્તિ એમનામાં નથી? જરૂર છે, પરંતુ કોઈ પણ રીતે એમને આપણે આપણી સાથે ભળવા જ દીધા નથી. આપણા ઉત્સવોમાં એ આવી ન શકે. આપણા લગ્ન વગેરે સંસ્કાર એ જોઈ ન શકે. આપણી દેવપૂજાને એને ઝાંખે ખ્યાલ પણ ન મળી શકે. આપણું મંદિરોમાં એ દર્શન ન કરી શકે. આપણાં છેકરની જોડે એમનાં છોકરાં વાત સરખી ન કરી શકે. આપણી સુઘડતા પણ એ ન જોઈ શકે. એવી સ્થિતિમાં એમનામાં ઉચ્ચ ગુણો ક્યાંથી ઉદય પામે? આપણે ગંભીરતાથી કહ્યા કરીએ છીએ કે માણસની ઉન્નતિ સત્સંગથી થાય છે. પારસમણિને લીધે લોઢાનું પણ સેનું બને છે. સદુપદેશથી નરાધમો મહર્ષિ બને છે. તે એવા સત્સંગ અને સદુપદેશની અંત્યજોને માટે સગવડ ન કરવી, ને તેમની સ્થિતિ માટે તેઓ પોતે જવાબદાર છે, એમ કહેવું એ તે કેઈના પગમાં દઢ મણની બેડી પહેરાવ્યા પછી કહેવું કે એ
ચાલી શકતો નથી, એમાં વાંક એને જ છે, આપણે શું કરીએ?” તેના જેવું છે.
અસ્પૃશ્યતાની રૂઢિ હિંદુધર્મમાં કેમ ઉત્પન્ન થઈ એ સમજવું મુશ્કેલી છે. છતાં એને વિષે જુદા જુદા પક્ષ તરફથી જે અનુમાન થાય છે તે હવે તપાસીએ. એક પક્ષનું એમ માનવું છે કે અંત્યજે અનાય છે. આર્યો ત્યારે હિન્દુસ્તાનમાં ઉતર્યા ત્યારે તેમની સામે લડતાં લડતાં હારેલા પણ જીવતા રહેલા આ લોકે છે. આર્ય લોકોને પણ પિતાની સેવાને સારૂ અનાર્યોની મદદની જરૂર તે હતી જ, તેથી એમને રેડ ઇડિઅનેની પેઠે મારી ન નાંખતાં એમના જેટલા માણસો પોતાની સંસ્કૃતિ કબુલ કરીને રહ્યા તેમને તેમણે શુક વર્ગમાં ભેળવી લીધા. એવી રીતે ન ભળતાં જે પિતાના શોર્યને લીધે અથવા ભયને લીધે આર્ય લેકેથી દૂર રહ્યા તે